કોરોના પછી એમએચટી-સીઈટીના ઍડ્‍મિશનમાં ૧૭ ટકાનો થયો વધારો

14 May, 2022 12:21 PM IST  |  Mumbai | Rohit Parikh

એમબીએ અને એમએમએસ પ્રવેશપરીક્ષા માટે રાજ્યના સીઈટી સેલમાં ૧.૪૦ લાખ સ્ટુડન્ટ્સે રજિસ્ટ્રેશન કરાવ્યું છે, જ્યારે ગયા વર્ષે ૧.૩૨ લાખ સ્ટુડન્ટ્સે કરાવ્યું હતું.

પ્રતીકાત્મક તસવીર

કોરોના પછીના સમયગાળામાં રાજ્યમાં એન્જિનિયરિંગ, ફાર્મસી અને ઍગ્રિકલ્ચરલ કોર્સમાં ઍડ્‍મિશન મેળવવા માટે એમએચટી-સીઈટી ૨૦૨૨માં લગભગ ૬ લાખ કરતાં વધુ ઉમેદવારોએ નામ નોંધાવ્યાં છે, જે ગયા વર્ષના ૫.૨ લાખ કરતાં ૧૭ ટકા વધુ તથા રાજ્યમાં તાજેતરનાં વર્ષોમાં સૌથી વધુ છે. આઇટી સેક્ટરમાં નોકરીની તકોને ધ્યાનમાં રાખીને વધુ સ્ટુડન્ટ્સ એન્જિનિયરિંગ તેમ જ અન્ય ઊભરતાં ક્ષેત્રોમાં કોર્સ કરવા તરફ વળી રહ્યા છે. એમબીએ, એમએમએસ અને એમસીએ જેવા કોર્સમાં પણ રજિસ્ટ્રેશન વધ્યું છે. એમબીએ અને એમએમએસ પ્રવેશપરીક્ષા માટે રાજ્યના સીઈટી સેલમાં ૧.૪૦ લાખ સ્ટુડન્ટ્સે રજિસ્ટ્રેશન કરાવ્યું છે, જ્યારે ગયા વર્ષે ૧.૩૨ લાખ સ્ટુડન્ટ્સે કરાવ્યું હતું.

Mumbai mumbai news rohit parikh