06 April, 2026 07:37 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
દેશના યુવાનોને કટ્ટરપંથી બનાવવા અને આતંકવાદી પ્રવૃત્તિઓમાં ધકેલવા માટે ચાલતા ઑનલાઇન નેટવર્કનો મહારાષ્ટ્ર ઍન્ટિ-ટેરરિઝમ સ્ક્વૉડ (ATS) અને દિલ્હી પોલીસના સ્પેશ્યલ સેલે પર્દાફાશ કર્યો છે. એક સંયુક્ત ઑપરેશન દરમ્યાન આતંકવાદી જૂથ સાથે સંકળાયેલા બે લોકોની ધરપકડ કરવામાં આવી છે.
બાતમીના આધારે તપાસ-એજન્સીઓએ થાણેના ખડવલી અને કુર્લામાં દરોડા પાડ્યા હતા. આ કાર્યવાહી દરમ્યાન ઝડપાયેલા આરોપીઓ પાસેથી વાંધાજનક દસ્તાવેજો, મોબાઇલ ફોન અને અન્ય ઇલેક્ટ્રૉનિક ગૅજેટ્સ જપ્ત કરવામાં આવ્યાં છે. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આ બન્ને જણ પ્રતિબંધિત જૂથ વતી ઑનલાઇન પ્લૅટફૉર્મ દ્વારા યુવાનોનું બ્રેઇન-વૉશ કરવાનું કામ કરતા હતા.
પોલીસ-અધિકારીએ વિગતો આપતાં જણાવ્યું હતું કે ‘આ ઑપરેશન બે દિવસ પૂર્વે હાથ ધરવામાં આવ્યું હતું અને હાલમાં બન્ને આરોપીઓને વધુ પૂછપરછ માટે દિલ્હી લઈ જવામાં આવ્યા છે.`