મુંબઈ-અમદાવાદ હાઇવે પર ભીષણ અકસ્માત : ત્રણ ગુજરાતી સહિત છનાં મોત

11 May, 2019 07:35 AM IST  |  મુંબઈ | પ્રીતિ ખુમાણ ઠાકુર

મુંબઈ-અમદાવાદ હાઇવે પર ભીષણ અકસ્માત : ત્રણ ગુજરાતી સહિત છનાં મોત

મુંબઈ-અમદાવાદ નૅશનલ હાઇવે પર પાલઘર પાસે ગુજરાતથી આવી રહેલી કાર સાથે બાઇક અથડાતાં ભીષણ અકસ્માત સર્જાયો હતો. ઍક્સિડન્ટ બાદ કાર ડિવાઇડર તોડીને રસ્તાની ચ્બીજી બાજુએ જતી રહી હતી અને એ મુંબઈથી ગુજરાત તરફ જઈ રહેલી અન્ય કાર સાથે અથડાતાં બન્ને કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો. ભીષણ અકસ્માતને લીધે ટ્રાફિક પર પણ એની અસર થઈ હતી. આ અકસ્માતમાં ત્રણ ગુજરાતી સહિત છ જણનાં મૃત્યુ થયાં હતાં અને અન્ય બે જણ ગંભીર જખમી થયા હતા. કાસા પોલીસે બન્ને કારને સાઇડમાં કરી ટ્રાફિક ક્લિયર કયોર્ હતો. દરમ્યાન ગુજરાતથી મુંબઈ આવી રહેલો ભાઈંદરનો શાહપરિવાર અકસ્માતમાં જીવ ગુમાવનારાઓના પરિવારજનોને મદદરૂપ બન્યો હતો. તેમને બનાવ વિશે જાણ કરીને તાત્કાલિક ઘટનાસ્થળે બોલાવ્યા હતા.

મુંબઈ-અમદાવાદ હાઇવે પર એક બાઇક અંબોલી ગામ પાસે રહેલા ડાઇવર્ઝનને ક્રૉસ કરી રહી હતી ત્યારે ગુજરાતની દિશાએથી સ્પીડમાં આવી રહેલી પોલો કારના ડ્રાઇવરે બાઇકરને બચાવવાનો પ્રયાસ કયોર્ હોવા છતાં કાર બાઇક સાથે જોશભેર અથડાઈ હતી. એ અથડામણ એટલી જોરદાર હતી કે કાર ડિવાઇડર ક્રૉસ કરીને સામેના રોડ પર જતી રહી હતી અને એ મુંબઈથી જઈ રહેલી મારુતિ સ્વિફ્ટ ડિઝાયર સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં એટલો ભીષણ હતો કે બન્ને કાર અને બાઇકનો કચ્ચરઘાણ વળી ગયો હતો.

આ પણ વાંચોઃ વિલે પાર્લેના કચ્છીનો સિક્કિમમાં થયેલા અકસ્માતમાં જીવ ગયો

આ અકસ્માત વિશે માહિતી આપતાં કાસાના પોલીસ-અધિકારીએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘આ ભીષણ અકસ્માતને કારણે પોલો કારમાં પ્રવાસ કરી રહેલા કાંદિવલીના રહેવાસી ૬૦ વર્ષના રાકેશ પ્રવીણલાલ શાહ અને ૭૦ વર્ષનાં પ્રતિભા પરિમલ શાહ ઘટનાસ્થળે જ મૃત્યુ પામ્યાં હતાં. બોરીવલીના ૩૫ વર્ષના આકાશ ચૌહાણ પણ મૃત્યુ પામ્યા હતા, જે ડ્રાઇવર હતા પોલો કારની કાંદિવલીમાં રહેતી ૨૨ વર્ષની પ્રવાસી જિનલ હિરેન શાહ જખમી હોવાથી તેને વલસાડની હરિયા હૉસ્પિટલમાં દાખલ કરાઈ છે. સ્વિફ્ટ કારમાં જઈ રહેલા પનવેલના ૫૫ વર્ષના ભાગવત જાધવ અને ૩૦ વર્ષના દિલીપ ચાંદણે બન્ને મૃત્યુ પામ્યા હતા અને બાઇકસવાર ૨૩ વર્ષના મોખાડામાં રહેતા નરેશ સુપેને ગંભીરહાલતમાં કાસાની સરકારી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. જ્યારે મોખાડાનો ૨૫ વર્ષનો બાઇક પર સવાર નવનાથ નવલે મૃત્યુ પામ્યો હતો. આ બનાવને કારણે બન્ને લેન પર ટ્રાફિક જૅમ સર્જાયો હતો અને પોલીસે એને ક્લિયર કર્યો હતો.’

mumbai news