પશ્ચિમ અને મધ્ય લાઈનો પર એસી લોકલના પ્રસાવીઓની સંખ્યામાં ધરખમ વધારો

31 May, 2024 09:14 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

મંગળવાર, 28 મેના રોજ પશ્ચિમ રેલવેએ એક ડેટા બહાર પાડ્યો હતો, જેમાં જણાવવામાં આવ્યું હતું કે 6 મેના રોજ 3,737 સિઝન ટિકિટો જાહેર કરવામાં આવી હતી

પ્રતીકાત્મક તસવીર

પશ્ચિમ રેલવે (WR) અને મધ્ય રેલવે (CR)એ મુંબઈ ઉપનગરીય નેટવર્ક પર વાતાનુકૂલિત લોકલ ટ્રેન (AC Local Train)ના પ્રવાસીઓની સંખ્યામાં વધારો જોવા મળ્યો છે. આ વર્ષે ઉનાળા દરમિયાન, વધતા તાપમાન અને હીટવેવ જેવી સ્થિતિને કારણે વધુ મુસાફરો મુસાફરી માટે એસી ટ્રેનોને પસંદ કરી રહ્યા છે. તેથી એસી લોકલ દ્વારા મુસાફરી કરતા મુસાફરોની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે, એમ અધિકારીઓએ ઉમેર્યું હતું.

મંગળવાર, 28 મેના રોજ પશ્ચિમ રેલવેએ એક ડેટા બહાર પાડ્યો હતો, જેમાં જણાવવામાં આવ્યું હતું કે 6 મેના રોજ 3,737 સિઝન ટિકિટો જાહેર કરવામાં આવી હતી. ઝોનલ રેલવેમાં એસી લોકલ ટ્રેનો (AC Local Train)ના સમાવેશ પછી આ સૌથી વધુ છે. પશ્ચિમ રેલવેના પ્રવક્તાએ જણાવ્યું હતું કે આ મહિને 6 મે સુધી 1,60,645 કાર્ડ (સિંગલ અથવા રીટર્ન જર્ની) ટિકિટ બુક કરવામાં આવી છે, જે ગયા વર્ષના સમાન સમયગાળાની સરખામણીમાં 30 ટકા વધુ છે, એમ અધિકારીએ જણાવ્યું હતું.

એસી લોકલ ટ્રેનો (AC Local Train)ની સરેરાશ સવારી મે 2023-24માં 1,06,925 હતી અને મે 2024-25માં અત્યાર સુધીમાં 1,52,682 હતી. દરમિયાન, મધ્ય રેલવેએ 2,280 સિઝન ટિકિટો જાહેર કરી અને 2 મેના રોજ તેના ઉપનગરીય નેટવર્ક પર 1,49,186ની રાઇડરશિપ રજિસ્ટર કરી અને 6 મેના રોજ 16,731 કાર્ડ ટિકિટ જાહેર કરી, અધિકારીએ ઉમેર્યું. પશ્ચિમ રેલવે તેના ઉપનગરીય વિભાગમાં સાત રેક સાથે અઠવાડિયાના દિવસોમાં 96 એસી લોકલ ટ્રેન સેવાઓનું સંચાલન કરે છે. મધ્ય રેલવે દરરોજ 66 ઉપનગરીય એસી લોકલ સેવાઓનું સંચાલન કરે છે.

AC લોકલમાં વિધાઉટ ટિકિટ પ્રવાસ કરતા લોકોને પકડી પાડવા સેન્ટ્રલ રેલવેએ બનાવી ટાસ્ક ફોર્સ

સેન્ટ્રલ રેલવેની ઍર-કન્ડિશન્ડ (AC) ટ્રેનમાં અને ફર્સ્ટ ક્લાસ કોચમાં ચૂંટણીપંચટિ​કિટ વગર પ્રવાસ કરતા પ્રવાસીઓની સંખ્યા વધી ગઈ હોવાથી એમાં ભીડ જોવા મળે છે. એથી આવા લોકોને રોકવા AC ટાસ્ક ફોર્સની શરૂઆત કરવામાં આવી છે. સબર્બન ટ્રેનોના AC અને ફર્સ્ટ ક્લાસ કોચમાં યોગ્ય ​ટિકિટ વગર પ્રવાસ કરતા મુસાફરોને રોકવા માટે પ્રવાસીઓ આપેલા વૉટ્સઍપ નંબર પર ફરિયાદ કરી શકે છે.

પીક અવર્સ દરમિયાન પ્રવાસીઓને સહાય પૂરી પાડવા માટે વૉટ્સઍપ નંબર 72088 19987 જાહેર કરવામાં આવ્યો છે. આ નંબરનો AC લોકલ અને ફર્સ્ટ ક્લાસ કોચમાં યોગ્ય ​ટિકિટ વગર થતી મુસાફરી સંબંધિત સમસ્યાઓને તાત્કાલિક સમર્થન આપવા અને ઉકેલવા માટે ઉપયોગ કરવામાં આવશે. એવા કિસ્સા જ્યાં તાત્કાલિક સહાય પૂરી પાડવી શક્ય ન હોય ત્યાં બીજા દિવસે આ મુદ્દાને ઉકેલવા માટે તપાસ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે AC લોકલ અને ફર્સ્ટ ક્લાસ કોચમાં યોગ્ય ​ટિકિટ વગર થતી મુસાફરી પર દેખરેખ રાખવા અને એનો ઉકેલ લાવવા માટે એક વિશેષ મૉનિટરિંગ ટીમની રચના પણ કરવામાં આવી છે. આ વૉટ્સઍપ નંબર ફક્ત મેસેજ કરવા માટે છે અને એના પર કોઈ ફોન કરી શકશે નહીં.

AC Local mumbai local train western railway central railway mumbai mumbai news