મહારાષ્ટ્રના પાલઘરમાં પાણીની ડોલમાં પડી જવાથી એક વર્ષની બાળકીનું મોત

16 September, 2021 07:48 PM IST  |  mumbai | Gujarati Mid-day Online Correspondent

મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાં આકસ્મિક રીતે પાણીની ડોલમાં પડી જતાં એક વર્ષની બાળકીનું મોત નીપજ્યું હતું.

પ્રતીકાત્મક તસવીર

મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાં આકસ્મિક રીતે પાણીની ડોલમાં પડી જતાં એક વર્ષની બાળકીનું મોત નીપજ્યું હતું. ગુરૂવારે પોલીસે આ માહિતી આપી હતી. 

એક અધિકારીએ જણાવ્યું હતું કે, આ ઘટના મંગળવારે બની હતી, જ્યારે નવું ચાલવા શીખતું બાળક તનુજા ઘરે ચાલતો હતો ત્યારે તે પાણીની ડોલમાં પડી ગયો હતો. આ ઘટના બની ત્યારે બાળકની માતા રસોડામાં  કામ કરી રહી હતી. 

બાળકની માતાએ રસોડમાંથી બહાર આવીને જોયું તો બાળક ડોલમાં પડી ગયું હતું. આ જોઈને તરત  જ માતાએ બાળકને બહાર કાઢયું હતું. અને ત્યાર બાદ બાળકને હોસ્પિટલ લઈ ગઈ હતાં. હોસ્પિટલમાં ડૉક્ટરે બાળકને  મૃત જાહેર કર્યો હતો. 

આ ઘટના મામલે પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, શિશુનો મૃતદેહ પોસ્ટ મોર્ટમ માટે મોકલવામાં આવ્યો હતો અને આકસ્મિક મૃત્યુનો કેસ નોંધવામાં આવ્યો છે.

maharashtra palghar mumbai news