25 September, 2025 07:49 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
રાજ્ય સરકારે વસઈમાં એક નવી ૪૦૦ બેડની સુપરસ્પેશ્યલિટી હૉસ્પિટલના નિર્માણ માટે જમીનની ફાળવણીને મંજૂરી આપી છે. વસઈના આચોલે ગામ પાસેની જમીન ડિસ્ટ્રિક્ટ કોર્ટ અને રેસિડેન્શિયલ એરિયા માટે અનામત હતી. જોકે હૉસ્પિટલના નિર્માણના આ નિર્ણય પછી હવે આ જમીન વસઈ-વિરાર સિટી મ્યુનિસિપલ કૉર્પોરેશનને ફાળવવામાં આવશે.
વસઈ-વિરાર સિટી મ્યુનિસિપલ કૉર્પોરેશનની ૨૦૦૯થી સ્થાપના થઈ હોવા છતાં અને એની હદ હેઠળ ૨૮ લાખ જેટલા લોકો રહેતા હોવા છતાં અહીં કોઈ સુપરસ્પેશ્યલિટી હૉસ્પિટલ નથી. મોટા ભાગના લોકોએ સારવાર માટે મીરા રોડ, બોરીવલી અને અંધેરી જવું પડે છે.