૨૪ કલાકમાં મુલુંડમાંથી ૮ સાપને ઉગારી લેવાયા

06 February, 2020 12:56 PM IST  |  Mumbai Desk | Mehul Jethva

૨૪ કલાકમાં મુલુંડમાંથી ૮ સાપને ઉગારી લેવાયા

મહાનગરમાં મેટ્રો સહિતના મોટા-મોટા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રૉજેક્ટ શરૂ થયા છે ત્યારથી સાપ અને અજગર શહેરી વિસ્તારોમાં દેખાવાનું શરૂ થયું છે. હજી થોડા દિવસ પહેલાં જ બાંદરામાંથી બે અજગરને ઉગારી લેવાયા હતા ત્યાં છેલ્લા ૨૪ કલાકમાં એકલા મુલુંડમાં જ આઠ સાપને ઉગારી લેવાયા હતા. આ ઉપરાંત શહેરનાં પૂર્વ પરાંઓમાંથી ૧૨ જેટલા સાપને બચાવવામાં આવ્યા હતા.

સર્પમિત્રોએ મુલુંડ,  થાણા, ગોવંડી, વિદ્યાવિહાર અને માનખુર્દની આજુબાજુમાં વિસ્તારો અને શાળાઓમાંથી આ સાપને બચાવ્યા હતા.  બે કૉબ્રા સહિત ૧૨ સાપ બચાવી લેવામા આવ્યા હતા. જોકે આમાં સારી વાત થઈ હતી કે આમાં કોઇને પણ ઇજા પહોંચી નહોતી.

મુલુંડ જેવા ઉપનગરમાં છેલ્લા ૨૪ કલાકમાં આઠ સાપ મળી આવ્યા હતા. આમાંથી વધુ પડતા સાપ મુલુંડ કોલોની વિસ્તારમાંથી મળી આવ્યા હતા મુલુંડ કોલોનીમાં આવેલું શાસ્ત્રી નગર, ઘાટી પાડા વિસ્તાર, યોગી હિલ વિસ્તાર, ગણેશપાડા એ ઉપરાંત મુલુંડ વિસ્તારમાં આવેલી નેક્સ્ટ શાળાના કોમન એરિયામાંથી  કુલ આઠ સાપને બચાવવામાં આવ્યા હતા. મુલુંડમાં ૮ સાપ મળવા એક આશ્ચર્યની વાત છે, પણ આનું મુખ્ય કારણ એ છે કે મુલુંડનો કેટલોક ભાગ સંજય ગાંધી નેશનલ પાર્કની નજીકમાં  તેથી એટલા સાપ આવવાની શકયતાઓ ખૂબ વધી જતી હોય છે.

રૉ એસોસિએશન ફોર વાઇલ્ડ લાઇફ  એસોસીએશના પવન શર્મા સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે  પાછલા કેટલાક દિવસોમાં એવા કિસ્સા બન્યા હતા કે અમે એક જ દિવસમાં બેથી ત્રણ સાપને બચાવી લીધા હતા પરંતુ ૧૨ સાપ અમારા  માટે ખરેખર આઘાતજનક હતા  મુલુંડનો કેટલો ભાગ જેમ કે યોગિની વિસ્તાર એ ઉપરાંત મુલુંડ કોલોની વિસ્તાર જે સંજય ગાંધી નેશનલ પાર્કની ખૂબ નજીક આવેલા વિસ્તારો છે ત્યાં અવરનવાર સાપ આવવાની ઘટનાઓ બનતી જ હોય છે.

ઠંડીની ઋતુમાં સાપ બહાર આવવાનું મુખ્ય કારણ એ છે કે જેટલી ઠંડીનું પ્રમાણ વધતું હોય છે એટલું સાપના શરીરમાં ગરમી ઓછી થતી હોય છે. સૂર્યની હુંફ તેમના શરીરને આદર્શ તાપમાનમાં રાખવામાં મોટો ભાગ ભજવે છે આ ગરમીને કાયમ રાખવા અને પોતાનો ખોરાક શોધવા માટે સાપ બહાર આવતા હોય છે.

mulund mumbai mehul jethva