પશ્ચિમ રેલવેએ ગંદકી કરનારા પાસેથી પખવાડિયામાં ૫.૫૨ લાખ દંડ વસુલ્યો

22 September, 2019 03:13 PM IST  | 

પશ્ચિમ રેલવેએ ગંદકી કરનારા પાસેથી પખવાડિયામાં ૫.૫૨ લાખ દંડ વસુલ્યો

પ્રતીકાત્મક તસવીર

મુંબઈઃ (પીટીઆઈ) : પશ્ચિમ રેલવેના મુંબઈ ડિવિઝને બીજી સપ્ટેમ્બરથી ૧૯ સપ્ટેમ્બર સુધીમાં રેલવેના પરિસરમાં ગમે ત્યાં કચરો ફેંકનારા અને થુંકનારાઓ પાસેથી દંડ રૂપે ૫.૫૨ લાખ રૂપિયાની રકમ વસુલી હતી. બીજી સપ્ટેમ્બરથી શરૂ કરવામાં આવેલા ‘સ્વચ્છ રેલ સ્વચ્છ ભારત’ અભિયાન હેઠળ પ્રવાસીઓએ ગંદકી કર્યાના ૨૬૩૧ કેસ નોંધાયા હતા. 

પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી રવીન્દર ભાસ્કરે જણાવ્યું હતું કે ‘ઉક્ત અભિયાન હેઠળ સિંગલ યુઝ પ્લાસ્ટિકના વિશે સોશ્યલ મીડિયા પર ‘મૈં હું પ્લાસ્ટિક હટેલા’ શીર્ષક ધરાવતી શોર્ટ ફિલ્મ અપલોડ કરી હતી. એ ફિલ્મ સુપરહિટ થઈ છે. એ ફિલ્મ રેલવે પ્રધાન પિયુષ ગોયલે ‘લેસ પ્લાસ્ટિક ઇઝ ફૅન્ટાસ્ટિક’ કૅપ્શન સાથે એમના સોશ્યલ મીડિયા હૅન્ડલ્સ પર શૅર કરવા સાથે સ્વચ્છતા બાબતે લોકજાગૃતિ માટે પશ્ચિમ રેલવેના પ્રયાસોને બિરદાવતી કમેન્ટ્સ પણ લખી છે. શોર્ટ ફિલ્મમાં ‘પ્લાસ્ટિક હટેલા’ નામના પાત્રના મુખે સમગ્ર વિશ્વમાં પ્લાસ્ટિકના દૂષણની માહિતી આપવામાં આવી છે. લોઅર પરેલ વર્કશોપના ઉપક્રમે ટ્રેનના કોચમાં પ્લાસ્ટિક ક્રશિંગ મશિન પણ ગોઠવવામાં આવ્યાં છે. લાંબા અંતરની ટ્રેનોની પૅન્ટ્રી કારમાં ગોઠવાયેલા પ્લાસ્ટિક ક્રશિંગ મશિનની દિવસમાં ૩૦૦૦ બોટલ્સ ક્રશ કરવાની ક્ષમતા છે.’

western railway mumbai mumbai news Crime News mumbai crime news