વાકોલા બ્રિજ જોખમી હોવા છતાં પણ બંધ નહીં કરાય

23 November, 2019 12:47 PM IST  |  Mumbai Desk | anurag kamble

વાકોલા બ્રિજ જોખમી હોવા છતાં પણ બંધ નહીં કરાય

માર્ચ મહિનામાં વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે નજીકના હંસ ભુગ્રા માર્ગ પરના બ્રિજનો સર્વે કર્યા બાદ એને વાહનોની અવર-જવર માટે જોખમી જાહેર કર્યા બાદ બીએમસી કહી રહ્યું છે કે એ જર્જરિત થઈ ગયો છે. એણે ૨૩ નવેમ્બરથી એ બ્રિજ બંધ કરવાની જાહેરાત કરી હતી, જેના પગલે હજ્જારો મોટરચાલકોને વૈકલ્પિક માર્ગો પર જવાની ફરજ પડે એમ હતી, પણ વૈકલ્પિક માર્ગ શોધી શકાય એમ ન હોવાથી હવે પોલીસ આ જોખમી વાકોલા કનેક્ટર બંધ કરવા નથી માગતી. કુર્લાના સીએસટી રોડને વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે સાથે જોડતા હંસ ભુગ્રા બ્રિજને હાલ તો બંધ નહીં કરાય.

મહાનગરપાલિકાએ સંભવિત ડાઇવર્ઝન તરીકે નેહરુ રોડ, મિલિટરી કૅમ્પ રોડ અને બાંદરા કુર્લા કૉમ્પ્લેક્સ (બીકેસી)નું સૂચન કર્યું છે.
બ્રિજ બંધ કરવાના પ્રભાવનું મૂલ્યાંકન કરવા માટે ટ્રાફિક પોલીસ-કર્મચારીઓએ ગુરુવારે રાતે બે કલાક માટે અને શુક્રવારે સવારે આશરે એક કલાક માટે ટ્રાયલ્સ હાથ ધરી હતી.

એક ટ્રાફિક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે ‘કારની એક કિલોમીટર લાંબી કતાર લાગી હતી. કુર્લા-ચેમ્બુર તરફનો ટ્રાફિક સુચારુપણે ચાલે એ માટે આ માર્ગ અગત્યનો છે. તએ બંધ થવાથી મુશ્કેલી સર્જાશે.’

આ પણ વાંચો : ગળાડૂબ પ્રેમમાં છે Aishwarya Majmudar, જુઓ તેના મનના માણીગર સાથેની ખાસ તસવીરો.

‘અત્યાર સુધીમાં અમે બે ટ્રાયલ્સ હાથ ધરી હતી, જેનાં અપેક્ષિત પરિણામ મળ્યાં નથી અને ભારે ટ્રાફિક જૅમ થયો હતો. અમે એ સુનિશ્ચિત કરવા માગીએ છીએ કે મુંબઈના નાગરિકોને ટ્રાફિકની અડચણનો શક્ય એટલો ઓછો સામનો કરવો પડે. બ્રિજનું ડિમોલિશન પણ જરૂરી છે. અમે આગામી બેથી ત્રણ દિવસમાં વધુ ટ્રાયલ્સ હાથ ધરીશું એમ ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસ (ટ્રાફિક સબર્બ્સ) સંદીપ ભાજીભાકરેએ જણાવ્યું હતું.

kurla western express highway mumbai