વાયુ વાવાઝોડાની મુંબઈ પર પણ અસર

13 June, 2019 08:18 AM IST  |  મુંબઈ

વાયુ વાવાઝોડાની મુંબઈ પર પણ અસર

ચર્ચગેટ ન્યુ સ્ટેશન બિલ્ડિંગ પરથી ઍલ્યુમિનિયમ શીટ પડી હતી.

વાયુ વાવાઝોડાને કારણે ગઈ કાલે મુંબઈમાં પણ હવાનું પ્રમાણ હતું. જોકે એના કારણે ચર્ચગેટ રેલવે-સ્ટેશન પાસે લગાડેલી ઍલ્યુમિનિયમની શીટ રસ્તા પર જતા ૬૩ વર્ષના રાહદારી પર પડતાં ગંભીર રીતે જખમી થતાં તે મૃત્યુ પામ્યો હતો. આ દુર્ઘટનાની ચર્ચગેટ પોલીસે નોંધ લઈને તપાસ હાથ ધરી હતી જ્યારે કે રેલવે પોલીસ મરનારના પરિવારજનો ક્લેમ કરશે તો કાયદા પ્રમાણે આર્થિક મદદ કરશે. આ બિલ્ડિંગ પર ૨૦૧૭ના ઑક્ટોબર મહિનામાં રંગકામ પૂÊરું થયું હતું. આ બિલ્ડિંગ પર સામાજિક સંસ્થાના માધ્યમથી બ્રાઝિલના એક આર્ટિસ્ટે ૧૫ ફુટ લાંબું ગાંધીજીનું ચિત્ર બનાવ્યું હતું.

ચર્ચગેટ ન્યુ સ્ટેશન બિલ્ડિંગની ઈસ્ટ બાજુએ ૨.૪/૧.૨ એમ અને અને ૧.૨/૧.૨ એમ સાઇઝની શીટ બીજા અને ત્રીજા માળથી નીચે પડી હતી જેના કારણે એ વખતે ત્યાંથી પસાર થતh ૩ વ્યક્તિઓ જખમી થઈ હતી, જેમાંથી બે વ્યક્તિઓને મામૂલી જખમ આવ્યા હતા જ્યારે ૬૩ વર્ષના સિનિયર સિટિઝન મધુકર નાર્વેકરને વધુ જખમ આવ્યા હતા.

આ પણ વાંચો : લાલા લજપતરાય રોડ પર ડેબ્રિસને કારણે કલાકો સુધી વાહનવ્યવહાર ખોરવાયો

આ બનાવ વિશે વેસ્ટર્ન રેલવે દ્વારા મળેલી માહિતી અનુસાર ‘જખમી થયેલા સિનિયર સિટિઝનને પાસે આવેલી જી. ટી. હૉસ્પિટલમાં તાત્કાલિક લઈ જવામાં આવ્યા હતા. જોકે તેમને હૉસ્પિટલે મૃત જાહેર કર્યા હતા. આ બનાવ બાદ તપાસ ધરવામાં આવી છે. તેમ જ પરિવાર ક્લેમ કરશે ત્યારે કાયદા પ્રમાણે એક્સ-ગ્રેશિયા પેમેન્ટ વેસ્ટર્ન રેલવે દ્વારા પરિવારને અપાશે.’

mumbai mumbai news churchgate