મેટ્રો-5 પ્રોજેક્ટની જમીન સંપાદન મામલે ગામવાસીઓનો વિરોધ

13 October, 2019 11:15 AM IST  |  થાણે

મેટ્રો-5 પ્રોજેક્ટની જમીન સંપાદન મામલે ગામવાસીઓનો વિરોધ

મેટ્રો-5

કલ્યાણ-ભ‌િવંડી રોડ નજીક ગોવેગાંવ ખાતે કારશેડ બાંધવા માટે લગભગ ૧૦૦ જેટલા પરિવારોએ પોતાની જમીન આપવા વિરોધ કરતાં થાણે-ભ‌િવંડી-કલ્યાણ મેટ્રો લાઇન -૫ પ્રોજેક્ટ ખોરંભે ચડવાની શક્યતા છે. આ પરિવારોનું કહેવું છે કે આ જમીન તેમના ગુજરાનનો એકમાત્ર સહારો હોવાથી તેઓ જમીન ખોવા માગતા નથી.

કોન-ગોવ સંગ્રહ સમિતિના સેક્રેટરી પંઢરીનાથ ભોઈરે શુક્રવારે એક પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે ‘ગોવેગાંવમાં કારશેડ બાંધવા એમએમઆરડીએ અમારી ૩૬ હેક્ટર જમીન હસ્તગત કરવા માગે છે, જેની અસર લગભગ ૧૦૦ જેટલા પરિવારોને થાય છે. અમે મેટ્રો પ્રોજેક્ટના વિરોધમાં નથી, પણ અમે ઇચ્છીએ છીએ કે એમએમઆરડીએ અમારા બદલે સરકાર પાસેથી જમીન મેળવે.

આ પણ વાંચો : ઉરણમાં ઉમેદવાર મતને બદલે પુત્રી માગી રહ્યા છે

અમે અમારા જીવનનિર્વાહના સાધન સમી અમારી જમીન આપવા તૈયાર નથી. આ ઉપરાંત સરકાર દ્વારા આપવામાં આવતું વળતર પણ બજાર કિંમતની તુલનાએ ઘણું ઓછું છે.’

thane mumbai mumbai news mumbai metro