ઘાટકોપરના ડાયમન્ડ મર્ચન્ટના મર્ડરકેસમાં 1330 પાનાંની ચાર્જશીટ

06 March, 2019 11:17 AM IST  | 

ઘાટકોપરના ડાયમન્ડ મર્ચન્ટના મર્ડરકેસમાં 1330 પાનાંની ચાર્જશીટ

ડાયમન્ડ મર્ચન્ટ રાજેશ્વર ઉદાણી અને રાજ્યપ્રધાન પ્રકાશ મહેતા

ચાર્જશીટમાં ૨૦૪ સાક્ષીઓની જુબાની લેવામાં આવી છે. ચાર્જશીટમાં ઉદાણી સાથે લિવ-ઇન રિલેશનશિપમાં રહેતી ઍક્ટ્રેસ દેબોલીના ભટ્ટાચાર્ય અને રાજ્યપ્રધાન પ્રકાશ મહેતાના ભૂતપૂર્વ પર્સનલ અસિસ્ટન્ટ સચિન પવારની જુબાની પણ નોંધવામાં આવી છે.

રાજેશ્વર ઉદાણીની ગયા નવેમ્બરમાં ક્રૂર હત્યા કરવામાં આવી હતી. પોલીસનો આ કેસમાં દાવો હતો કે સચિનને ઉદાણી પર પહેલેથી શંકા હતી કે ઉદાણી તેની ગર્લફ્રેન્ડ દેબોલીના માટે વધુ પડતો સૉફ્ટ કૉર્નર ધરાવતો હતો. એને કારણે સચિને તેના સાથીઓ સાથે મળીને ઉદાણીની હત્યા કરી હતી. આ કેસમાં મુખ્ય સાક્ષી તરીકેની ભૂમિકામાં રહેલી દેબોલીનાએ અત્યાર સુધી મીડિયા અને કૉન્ટ્રોવર્સીથી દૂર રહેવાનો પ્રયત્ન કર્યો છે.

ચાર્જશીટમાં નોંધાયેલી દેબોલીનાની જુબાની અનુસાર તેણે પોલીસને કહ્યું હતું કે મારી અને ઉદાણી વચ્ચે થતી વાતોથી સચિન અસુરક્ષિતતાની લાગણી અનુભવતો હતો અને તેણે મને ઘણી વખત ઉદાણીથી દૂર રહેવાની ચેતવણી પણ આપી હતી.

આ પણ વાંચો : 50 લાખ લોકોને રોજગાર આપે છે જ્વેલરી ઉદ્યોગ : સુરેશ પ્રભુ

ઉદાણી મર્ડરકેસના સાત આરોપીઓમાંના ચાર આરોપીઓના વકીલ સમાધાન સુલાણેએ કહ્યું હતું કે ગઈ કાલે કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે અને આ ચાર્જશીટમાં મારા ક્લાયન્ટ્સની વિરુદ્ધમાં કોઈ નક્કર પુરાવા નથી.

mumbai news murder case ghatkopar bharatiya janata party