મુંબઈ: લોકલ ટ્રેનમાં મહિલા સાથે અશ્લીલ વર્તન કરનાર શખ્સની ધરપકડ થઈ

03 August, 2019 10:37 AM IST  |  મુંબઈ | સૂરજ ઓઝા

મુંબઈ: લોકલ ટ્રેનમાં મહિલા સાથે અશ્લીલ વર્તન કરનાર શખ્સની ધરપકડ થઈ

આરોપી દિલેશ વૈદ્ય

વસઈ ગવર્નમેન્ટ રેલવે પોલીસ (જીઆરપી)એ લોકલ ટ્રેનમાં એક મહિલાની સતામણી કરવા બદલ ૪૬ વર્ષના પાલઘરના રહેવાસીની ધરપકડ કરી છે. પોલીસનાં સૂત્રોએ જણાવ્યું હતું કે આરોપી દિલેશ વૈદ્યે એ મહિલાની પાછળ બદઇરાદાથી સ્પર્શ કર્યો હતો.

જોકે પછીના સ્ટેશને પહોંચતાંવેંત એ મહિલા અન્ય પ્રવાસીઓનીની મદદથી તે શખસને રેલવે પોલીસ સ્ટેશન સુધી ઢસડી ગઈ હતી. અદાલતમાં હાજર કર્યા બાદ આરોપીને ૬ ઑગસ્ટ સુધી જુડિશ્યલ કસ્ટડીમાં મોકલી દેવાયો છે.

પીડિત મહિલાએ પોલીસને આપેલા નિવેદનમાં જણાવ્યું હતું કે ‘પહેલી ઑગસ્ટે હું મારા પતિના મેડિકલ ચેકઅપ માટે કાંદિવલીની કામગાર હૉસ્પિટલ ગઈ હતી. ચેક-અપ બાદ હું નાલાસોપારા જવા માટે કાંદિવલી સ્ટેશનથી ટ્રેનમાં ચડી હતી. મારા પતિને ઑફિસ જવાનું હોવાથી તેઓ બોરીવલી સ્ટેશન ઊતરી ગયા હતા. જતાં પહેલાં મારા પતિએ મને સેકન્ડ ક્લાસના જનરલ કમ્પાર્ટમેન્ટમાં સીટ શોધી આપી હતી. આશરે બપોરે અઢી વાગ્યે જ્યારે ટ્રેન નાલાસોપારા સ્ટેશનની નજીક હતી ત્યારે હું ઊભી થઈને દરવાજા પાસે ઊભી હતી.’

આ પણ વાંચો : કાંદિવલી લોખંડવાલાના રહેવાસીઓની પાર્કિંગની વધતી સમસ્યાનો ઉકેલ મળ્યો

પોલીસ-આફિસરે જણાવ્યું કે ‘ટ્રેન ભરચક હોવાથી મહિલાને લાગ્યું કે કોઈક પાછળથી બદઇરાદાપૂર્વક તેનો સ્પર્શ કરી રહ્યું છે. જ્યારે તેણે પાછળ ફરીને જોયું ત્યારે આરોપી પૅન્ટની ચેઇન ખોલીને હસ્તમૈથુન કરી રહ્યો હતો, એટલું જ નહીં, મહિલાએ જોયું કે આરોપીએ તેની સાડી પર વીર્ય ઉડાડ્યું હતું. મહિલા તરત સહ-પ્રવાસીઓની મદદથી આરોપીને રેલવે પોલીસ સ્ટેશન ઢસડી ગઈ હતી.’

vasai western railway mumbai news suraj ojha