મારા નામે ફેક ફેસબુક-અકાઉન્ટ ઑપરેટ થતું હતું : સંદીપ પાટીલ

27 August, 2019 01:19 PM IST  |  મુંબઈ | સૂરજ ઓઝા

મારા નામે ફેક ફેસબુક-અકાઉન્ટ ઑપરેટ થતું હતું : સંદીપ પાટીલ

સંદીપ પાટીલ

ભૂતપૂર્વ ક્રિકેટ ખેલાડી અને પસંદગી સમિતિના ચૅરમૅન સંદીપ પાટીલે પોતાની બનાવટી ફેસબુક પ્રોફાઇલ ખોલવા બદલ સોમવારે એક અજાણી વ્યક્તિ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ઉલ્લેખનીય છે કે ગત સપ્તાહે આસામના ૧૯ વર્ષીય ટીનેજરની ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડીઓને હત્યાની ધમકી આપવા બદલ ધરપકડ કરવામાં આવી હતી.

સંદીપ પાટીલે ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘હું ફેસબુક, ટ્વિટર કે અન્ય કોઈ પણ સૉશ્યલ મીડિયા ધરાવતો નથી. તાજેતરમાં મારા એક મિત્રે મને ફોન કરીને પૂછ્યું હતું કે હું મારા ક્રિકેટ સાથીઓના ફોન નંબર સૉશ્યલ મીડિયા પર શા માટે માગી રહ્યો છું. ત્યારે મને જાણ થઈ કે કોઈ મારા નામનો દુરુપયોગ કરી રહ્યું હતું.’

૧૯ ઑગસ્ટે સંદીપ પાટીલ જ્યારે શિવાજી પાર્ક જિમખાનામાં હતા ત્યારે તેમના મિત્રે તેમને જાણ કરી હતી કે, કોઈએ તેમના નામ અને તસવીરનો ઉપયોગ કરીને ફેસબુક અકાઉન્ટ ખોલ્યું હતું અને તેમાં ફેસબુક મેસેન્જર થકી બીસીસીઆઇના સભ્યો તથા ઘણી જાણીતી હસ્તીઓના કૉન્ટૅક્ટ નંબર્સ માગ્યા હતા.

આ પણ વાંચો : નવી મુંબઈની ક્લબમાં થઈ અજબ ચોરી: આખેઆખું બાથટબ જ કોઈ ઉપાડી ગયું

પાટીલે તાત્કાલિક બીસીસીઆઇને આ અંગે જાણ કરી હતી અને બીસીસીઆઇએ પોલીસ ફરિયાદ નોંધાવવાનું સૂચન કર્યું હતું.

sandeep patil shivaji park mumbai news