બાળ ઠાકરેનું સ્મારક બનાવવા સરકારે 100 કરોડ ફાળવ્યા

23 January, 2019 10:02 AM IST  |  મુંબઈ

બાળ ઠાકરેનું સ્મારક બનાવવા સરકારે 100 કરોડ ફાળવ્યા

દાદર શિવાજી પાર્ક

રાજ્ય નાણા પ્રધાન સુધીર મુનગંટીવારે ગઈ કાલે આવી જાહેરાત કરતાં જણાવ્યું હતું કે ‘ભંડોળ મુંબઈ મેટ્રોપૉલિટન રીજન ડેવલપમેન્ટ ઑથોરિટીના ફન્ડમાંથી આપવામાં આવશે.’

આ નિર્ણયથી શિવસેના-BJP આગામી લોકસભા માટે એકસાથે રહેશે એવી સંભાવના વ્યક્ત કરે છે એમ જણાવતાં સુધીર મુનગંટીવારે કહ્યું હતું કે ‘BJP શિવસેના સાથે યુતિમાં છે. બન્ને પક્ષો વચ્ચેના સંબંધો સારા છે અને આવનારા સમયમાં પણ સારા જ રહેશે.’

બાળ ઠાકરેનું સ્મારક બનાવવા મુંબઈ મહાનગરપાલિકા દ્વારા આજે સમિતિને જગ્યાનો કબજો સોંપવામાં આવશે. મહિનાના અંતમાં યોજાનાર ભૂમિપૂજન કાર્યક્રમમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પણ ભૂમિપૂજન માટે આમંત્રણ આપવામાં આવે એવી ઇચ્છા કેટલાક નેતાઓની છે.

સ્મારક બનાવવા માટેનો માર્ગ મોકળો થઈ ગયો છે એમ જણાવતાં આર્કિટેક્ટ અને સમિતિના સભ્ય શશી પ્રભુએ કહ્યું હતું કે ‘શિવાજી પાર્કમાં આવેલી ચાર એકરની હેરિટેજ જગ્યામાં બાળાસાહેબ ઠાકરેનું સ્મારક બનાવવાની પરવાનગી મળતાં અમને આનંદ થઈ રહ્યો છે.’

11,500 સ્ક્વેર મીટર દરિયા નજીક આવેલા મેયરના બંગલોની જગ્યા પ્રાઇમ લોકેશન્સમાંથી એક છે જેનો કબજો બાળાસાહેબ ઠાકરે રાષ્ટ્રીય સ્મારક ન્યાસને આજે સોંપવામાં આવશે.

આજે બાળ ઠાકરેની જન્મજયંતી પર મહાનગરપાલિકાના મેયરના બંગલોનો કબજો બાળસાહેબ ઠાકરે રાષ્ટ્રીય સ્મારક ન્યાસને સોંપશે. આજથી સ્મારક બનાવવાનું કામ શરૂ કરવામાં આવવાનું છે. આ પ્રસંગે શિવસેનાના તમામ મોટા નેતાઓ, કાર્યકર્તાઓ, મહાનગરપાલિકાના મેયર, મ્યુનિસિપલ કમિશનર હાજર રહેશે. મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ પણ આ પ્રસંગે હાજર રહેશે એવી શક્યતા છે.

dadar shivaji park bal thackeray mumbai news