કારમાં જ કચરો સાચવશે મુંબઈગરા?

31 December, 2018 09:27 AM IST  |  મુંબઈ | ચેતના યેરુણકર

કારમાં જ કચરો સાચવશે મુંબઈગરા?

પ્રતીકાત્મક તસવીર

અભ્યાસ માટે સિક્કિમના પ્રવાસે ગયેલાં BMCની લૉ કમિટીનાં સભ્ય અને શિવસેનાનાં નગરસેવક સુજાતા પાટેકર મુંબઈગરાઓ પણ સિક્કિમ જેવા જ સૉલિડ વેસ્ટ મૅનેજમેન્ટ મૉડ્યુલને અનુસરે એવી આશા રાખી રહ્યાં છે. પ્લાસ્ટિકના વપરાશ પર પ્રતિબંધ અને ભીના અને સૂકા કચરાના વર્ગીકરણના નિયમો ફરજિયાત બનાવાયા છતાં BMC પ્લાસ્ટિકના વપરાશને ડામવા અને કચરાની વ્યવસ્થા કરવામાં નિષ્ફળ રહ્યું છે.

કૉર્પોરેટર સુજાતા પાટેકરે એવું સૂચન કર્યું હતું કે શહેરના રસ્તાઓ પર દોડતાં તમામ વાહનોમાં કચરો રાખવા માટે કાપડમાંથી બનેલું લાઇનર રાખવાનું ફરજિયાત કરવું જોઈએ. આમ કરવાથી ચાલુ કારમાંથી શહેરના રસ્તા પર ગમે ત્યાં કચરો ફેંકવાની આદતને બદલવામાં મદદ મળશે અને આ આઇડિયા એમાં મદદરૂપ થઈ શકે એમ છે.

સુજાતા પાટકરે જણાવ્યું હતું કે ‘હું અને લૉ કમિટીના અન્ય સભ્યો જ્યારે સિક્કિમ ગયાં હતાં ત્યારે ત્યાંની સ્વચ્છતા જોઈને ખૂબ અચંબિત થયાં હતાં. ત્યાર બાદ અમને આ મૉડ્યુલની જાણ થઈ હતી. અમે મુંબઈમાં પણ આ મૉડ્યુલ લાગુ કરવાનું સૂચન BMCને કર્યું હતું. મુંબઈ શહેરને પણ સ્વચ્છ રાખવાની દિશામાં આ પ્રથમ પગલું હશે. મેયરે અમારી દરખાસ્ત સ્વીકારી હતી. આ દરખાસ્તમાં જણાવાયું હતું કે શહેરીજનો દ્વારા ઉપયોગમાં લેવાતાં જાહેર ટ્રાન્સપોર્ટનાં તમામ સાધનોમાં આ મૉડ્યુલ ઉપલબ્ધ કરાવવું જોઈએ.’

આ પણ વાંચો : કરોડોનું ફ્રૉડ કરીને સુસાઇડની ધમકી

BMCના એક અધિકારીએ જણાવ્યું હતું કે ‘BMCના કમિશનર આ મૉડ્યુલ લાગુ કરવાની સંભાવના ચકાસશે અને એને બધા માટે ફરજિયાત લાગુ કરી શકાય કે નહીં એ વિશે નિર્ણય લેશે. BMC ટ્રાફિક અને શહેરમાં દોડતાં વાહનો પર કોઈ સત્તા ધરાવતું નથી. આથી આ મૉડ્યુલ કઈ રીતે અમલી બનાવી શકાય એ પણ જોવું પડશે.’

mumbai news