સત્તામાં 50-50ની ફૉર્મ્યુલાના અમલના મુદ્દે ઉદ્ધવ ઠાકરે હવે તલવાર તાણશે

26 October, 2019 09:43 AM IST  |  મુંબઈ

સત્તામાં 50-50ની ફૉર્મ્યુલાના અમલના મુદ્દે ઉદ્ધવ ઠાકરે હવે તલવાર તાણશે

શિવસેના-બીજેપી

મહારાષ્ટ્રની વિધાનસભામાં બીજેપી અને શિવસેનાએ સત્તા મેળવી શકે એટલી બેઠકો તો મેળવી છે, પણ આ વખતે બીજેપીને અપેક્ષા કરતાં ઓછી બેઠકો મળતાં એને માટે શિવસેનાના સાથ વિના સરકાર બનાવવાનું મુશ્કેલ બન્યું છે. આવી પરિસ્થિતિમાં શિવસેનાએ લોકસભાની ચૂંટણીમાં નક્કી થયેલી ફૉર્મ્યુલા પ્રમાણે રાજ્યની સત્તામાં ૫૦ ટકા ભાગીદારી મેળવવા માટેના પ્રયાસ આદરી દીધા છે.
સત્તાસ્થાપન થાય એ પહેલાં આજે ઉદ્ધવ ઠાકરે પક્ષના ચૂંટાયેલા વિધાનસભ્યો સાથે બેઠક યોજવાના છે અને એમાં તેઓ આગળની વ્યૂહરચના વિશે ચર્ચા કરશે. બીજી તરફ દેવેન્દ્ર ફડણવીસે પણ ઉદ્ધવ ઠાકરેની સત્તામાં સરખી ભાગીદારીની માગણી સ્વીકારી લીધી છે ત્યારે શિવસેના પાંચ વર્ષની સત્તામાં મુખ્ય પ્રધાન માટે કેવો આગ્રહ રાખે છે એ જોવાનું રહે છે.

bharatiya janata party shiv sena mumbai news uddhav thackeray devendra fadnavis