CSMTની દુર્ઘટના માટે જવાબદાર મુંબઈનો વસ્તી વિસ્ફોટ:ઉદ્ધવ ઠાકરે

17 March, 2019 08:02 AM IST  |  મુંબઈ | જયેશ શાહ

CSMTની દુર્ઘટના માટે જવાબદાર મુંબઈનો વસ્તી વિસ્ફોટ:ઉદ્ધવ ઠાકરે

શિવસેનાના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરે

લોકસભાની ચૂંટણી માથે છે ત્યારે ઉદ્ધવ ઠાકરેએ શિવસેનાના મુખપત્ર ‘સામના’ના એડિટોરિયલમાં CSMT સ્ટેશનને ટાઇમ્સ ઑફ ઇન્ડિયા બિલ્ડિંગ સાથે જોડતાં FOB નો હિસ્સો તૂટી પડવા માટે એક વિવાદાસ્પદ નિવેદન કર્યું છે. આ એડિટોરિયલમાં આ દુર્ઘટના માટે કોણ જવાબદાર છે એના વિશે તેમણે એક પણ હરફ નથી ઉચ્ચાર્યો. ઉદ્ધવ ઠાકરેએ શાસક BJPના વડપણ હેઠળની મહારાષ્ટ્ર સરકાર કે BMCને જવાબદાર ન ઠરાવતાં મુંબઈના વિસ્તરણ અને વધતી જતી વસ્તીને આ ઘટના માટે જવાબદાર ઠરાવી છે. જોકે ગ્પ્ઘ્માં  ગ્થ્ભ્ના ગટનેતા અને વિરોધ પક્ષના નેતાએ ઉદ્ધવ ઠાકરેના મતથી જુદો જ મત વ્યક્ત કયોર્ હતો. 

શિવસેનાએ કહ્યું હતું કે સરકારે આ ઘટનામાં મરનારના પરિવારને વળતર ચૂકવ્યું છે તથા ઈજાગ્રસ્તોની સંભાળ પણ રાખી છે. એમ છતાં એ પ્રશ્ન ઊઠે છે કે મુંબઈના બ્રિજ સુરક્ષિત કેમ નથી? આવી દુર્ઘટનાના મુદ્દાને વિરોધ પક્ષો ઉછાળશે એમ જણાવીને ‘સામના’ના શુક્રવારના એડિટોરિયલમાં જણાવ્યું હતું કે ‘બીએમસીએ સ્ટ્રક્ચરલ ઑડિટની તેમ જ આ દુર્ઘટનાની જવાબદારી લીધી હોવા છતાં પ્રશ્ન કર્યો હતો કે મેઇન્ટેનન્સ બરાબર હાથ ધરાયું કે નહીં? આ માટે રેલવેએ પરવાનગી આપી હતી કે નહીં અને આ બ્રિજની માલિકી કોની છે? બીએમસી કે રેલવેની?’

શહેરમાં વધતી જતી વસ્તીને દોષ આપતાં શિવસેનાએ જણાવ્યું હતું કે વસ્તીને કારણે જ્બ્ગ્ની જાળવણી અને રિપેરિંગમાં પણ તકલીફ પડતી હોય છે.

શિવસેનાએ વ્યક્ત કરેલા મતથી જુદો જ મત વ્યક્ત કરતાં બીએમસીમાં ભાજપના ગટનેતા મનોજ કોટકે ‘મિડ-ડે’ કહ્યું હતું કે ‘મહાનગરપાલિકાના અધિકારીઓએ યોગ્ય સમયે નિર્ણય લેવો જોઈતો હતો. રાજ્યના મુખ્ય પ્રધાને જે દોષી અધિકારી હશે તેની સામે તપાસ કરવાનો આદેશ આપ્યો છે એ વાજબી છે.’

આ પણ વાંચોઃ ડોમ્બિવલીનો આ જૈન યુવાન CSMT દુર્ઘટનામાં માંડ-માંડ બચ્યો

BMCમાં  વિરોધ પક્ષના નેતા રવિ રાજાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘પચીસ વર્ષ કરતાં વધુ સમયથી ભાજપમાં શિવસેના સત્તામાં છે અને સત્તાના મદમાં આ સ્ટેટમેન્ટ કર્યું છે એ યોગ્ય નથી. ઑફિસરો પાસેથી કામ લેવાની જવાબદારી સત્તાધારી પક્ષની છે. સારું કામ થાય તો જશ લેવા દોડી જાય છે ત્યારે આ દુર્ઘટનાની પણ જવાબદારી શિવસેનાએ સ્વીકારવી જોઈએ.’

mumbai mumbai local train shiv sena uddhav thackeray