આંખમાં આંસુ અને ગુસ્સા સાથે શિલ્પાએ રાજ કુન્દ્રાને કહ્યું કે આપણી....

27 July, 2021 03:18 PM IST  |  mumbai | Gujarati Mid-day Online Correspondent

પોર્ન ફિલ્મ કેસ મામલે ધરપકડ થયા બાદ શિલ્પા શેટ્ટી પતિ રાજ કુન્દ્રાને ખરી ખોટી સંભળાવી.

રાજ કુન્દ્રા અને શિલ્પા શેટ્ટી

પોર્ન ફિલ્મ કેસ (porn film case)મામલે  રાજ કુન્દ્રાની ધરપકડ બાદ રાજ કુન્દ્રા અને તેની પત્ની શિલ્પા શેટ્ટી (Shilpa Shetty) વચ્ચે તાનાતાની થઈ છે. અશ્લીલ ફિલ્મોના નિર્માણ સાથે જોડાયેલા કેસમાં જ્યારે મુંબઇ પોલીસ તપાસ માટે રાજ કુંદ્રા (Raj Kundra)ના ઘરે પહોંચી ત્યારે શિલ્પા શેટ્ટી બધાની સામે તેના પર ગુસ્સે કરતી જોવા મળી હતી. શિલ્પાએ ગુસ્સા સાથે પુછ્યુ હતું કે, આપણી પાસે બધું છે, તો પછી આ બધું કરવાની જરૂર શું હતી? રાજ કુન્દ્રાની ધરપકડ બાદ શિલ્પા શેટ્ટીને દુઃખ પહોંચવું એ સ્વાભાવિક છે. તે રોજ અનેક સવાલોનો સામનો કરી રહી છે. 

 શુક્રવારે 23 જૂલાઈએ આ ઘટના બની હતી. જ્યારે મુંબઇ પોલીસની ટીમ આરોપી રાજ કુંદ્રાને તેના ઘરે લઈ ગઈ હતી. ટીમે ઘરની તલાશી લીધી હતી અને શિલ્પા શેટ્ટીનું નિવેદન પણ  નોંધ્યું કર્યુ હતું. અશ્લીલ ફિલ્મ બનાવવા મામલે પતિના નામથી દુ: ખી થઈને શિલ્પાને પતિને સામે જોતાંની સાથે જ આંસુ આવી ગયા હતા અને તે તૂટી પડી હતી. શિલ્પાએ રાજ કુંદ્રાને કહ્યું, "આપણી પાસે બધુ છે, આ બધું કરવાની જરૂર શું હતી? તેનાથી પરિવારનું નામ બગડ્યું અને મારે ઘણા પ્રોજેક્ટ્સ છોડવા પડ્યા."

આ પણ વાંચોઃ  Porn Film case:શિલ્પા શેટ્ટીના મુશ્કેલી વધી, કોર્ટે રાજ કુન્દ્રાને મોકલ્યો જેલમાં

આ દરમિયાન રાજ કુંદ્રા અને રાયન થોર્પની પોલીસ કસ્ટડી બીજી વખત સમાપ્ત થઈ છે. પોલીસના જણાવ્યા મુજબ રાજ કુંદ્રા તપાસમાં સહકાર આપી રહ્યો નથી, તેથી પોલીસે કોર્ટને કુન્દ્રાની પોલીસ કસ્ટડીમાં વધારો કરવાની માગ કરી હતી. તેમણે કહ્યું હતું કે તેમને કેટલાક પુરાવા મળ્યા છે તેમની તપાસ કરવાની જરૂર છે, જે બાકી છે. આ સાથે કોર્ટે  રાજ કુન્દ્રાની સુનાવણી દરમિયાન રાજ કુન્દ્રાની કસ્ટડીમાં વધારો કર્યો છે. કોર્ટે રાજ કુન્દ્રાને 14 દિવસ માટે જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યો છે. 

મુંબઈ પોલીસ ક્રાઈમ બ્રાંચનું કહેવું છે કે કુંદ્રા પોર્ન ફિલ્મના નિર્માણમાં સક્રિયપણે ભાગ લેતા હતા અને આ માટે યુકેમાં એક સંબંધીની કંપની સાથે સંકળાયેલા હતા. મુંબઈ પોલીસે કહ્યું છે કે તેમની પાસે કુંદ્રાની સંડોવણી સંબંધિત ટ્રાન્ઝેક્શન અને ઇલેક્ટ્રોનિક પુરાવા છે.


આ કેસની તપાસ કરી રહેલી મુંબઈ પ્રોપર્ટી સેલ પણ આ કેસમાં શિલ્પા શેટ્ટીની ભૂમિકાની તપાસ કરી રહી છે. અત્યાર સુધી શિલ્પા શેટ્ટીની તેના ઘરે બે વાર પૂછપરછ કરવામાં આવી છે પરંતુ હજી સુધી શિલ્પા શેટ્ટી સામે સીધો પુરાવો મળ્યો નથી. તે પણ સ્પષ્ટ નથી કે શિલ્પા ગુનામાં તેના પતિની કથિત સંડોવણી વિશે જાણે છે કે નહીં.

જો કે પોલીસ સૂત્રોનું માનીએ તો હજી સુધી આ સમગ્ર મામલામાં શિલ્પા શેટ્ટીની કોઈ સક્રિય ભૂમિકા જોવા મળી નથી. ઇલેક્ટ્રોનિક પુરાવા નથી, નાણાકીય પુરાવા નથી કે શિલ્પાને આ પોર્ન રેકેટ સાથે કંઈ લેવાદેવા હોય. 

national news mumbai news shilpa shetty raj kundra