Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > Porn Film case:શિલ્પા શેટ્ટીના મુશ્કેલી વધી, કોર્ટે રાજ કુન્દ્રાને મોકલ્યો જેલમાં

Porn Film case:શિલ્પા શેટ્ટીના મુશ્કેલી વધી, કોર્ટે રાજ કુન્દ્રાને મોકલ્યો જેલમાં

27 July, 2021 02:24 PM IST | mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

પોર્ન ફિલ્મ કેસ મામલે રાજ કુન્દ્રાને આજે કોર્ટમાં હાજર કરવામાં આવ્યો હતો કોર્ટે રાજ કેન્દ્રને 14 દિવસ માટે જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યો છે.

રાજ કુન્દ્રા

રાજ કુન્દ્રા


પોર્ન ફિલ્મ કેસ (porn film case)મામલે રાજ કુન્દ્રાને બીજી વાર કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ અને ઉદ્યોગપતિ રાજ કુંદ્રા(Raj kundra)ને મંગળવારે મેજિસ્ટ્રેટ કોર્ટે 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલવાનો આદેશ આપ્યો છે. 

 આ મામલે મુંબઈ ક્રાઈમ બ્રાંચે (mumbai crime branch)7 દિવસની વધુ કસ્ટડી માંગી હતી. કારણ કે તેમનું કહેવું છે કે તેમને ઘણાં દસ્તાવેજો કબ્જે કર્યા છે અને વિદેશી નાણાકીય વ્યવહારોની જાણ થઈ છે, જેની આગળ તપાસ કરવાની જરૂર છે. ક્રાઇમ બ્રાંચે પણ કોર્ટ સમક્ષ દાવો કર્યો હતો કે શિલ્પા શેટ્ટી(Shilpa Shetty)અને રાજ કુંદ્રા (Raj kundra)ના સંયુક્ત ખાતામાં એક કરોડથી વધુ રકમ જમા કરાઈ છે. આ અંગે તેઓએ શિલ્પા શેટ્ટીનું નિવેદન પણ નોંધ્યું છે.



ક્રાઈમબ્રાંચના અધિકારીઓના જણાવ્યા મુજબ તેમણે ગૂગલ પાસે હોટશોટ્સ એપ વિશે થોડી વિગતો માગી છે અને તેઓ તેમની રાહ જોઈ રહ્યા છે. આ અંગે એપલે ક્રાઈમબ્રાંચને જવાબ આપતા કહ્યું કે હોટશોટ્સને તેમના એપ સ્ટોરમાંથી જૂન 2020 માં જ હટાવવામાં આવી છે અને શા માટે હટાવવામાં આવી તેનું કારણ પણ જણાવ્યું હતું. 


 રજા કુન્દ્રાના વકીલ અબાદ પોંડાએ કોર્ટને જણાવ્યું હતું કે, ક્રાઈમ બ્રાંચ કુંદ્રાની અટકાયતની માંગ કરી રહ્યું છે તે જ કારણોસર તેમણે છેલ્લી સુનાવણીમાં રજૂ કર્યા હતા. પોન્ડાએ વધુમાં જણાવ્યું હતું કે રાજે પોલીસ કસ્ટડીમાં 200 કલાકથી વધુ સમય વિતાવ્યો છે અને જો કોર્ટ આવા કારણોસર દર વખતે કસ્ટડીમાં વધારો કરશે તો તે ખોટો દાખલો ઉભો કરે છે. 

બંને તરફથી દલીલો સાંભળ્યા બાદ કોર્ટે કુંદ્રાને તેના આઇટી હેડ રાયન થોર્પ સાથે ન્યાયિક કસ્ટડીમાં મોકલી આપ્યો છે. જેલની જગ્યાની ઉપલબ્ધતા મુજબ બંનેને તલોજા જેલ અથવા આર્થર રોડ જેલમાં લઈ જવામાં આવશે.


ગુજરાતના વેપારીએ પણ કર્યો કેસ

આ કેસના તાર હવે ગુજરાતના અમદાવાદ સુધી પહોંચ્યા છે. અમદાવાદના એક વેપાર હિરેન પરમારે રાજકુન્દ્રાની વિયાન ઈન્ડસ્ટ્રીઝ પર છેતરપિંડીનો આક્ષેપ કર્યો છે.  તેમણે આ મામલે રાજ કુન્દ્રાની કંપની વિરુદ્ધ કેસ નોંધાવ્યો છે. 

અમદાવાદના વેપારીનો આક્ષેપ છે કે વિયાન કંપનીએ  ઓનલાઈન ક્રિકેટ સ્કિલ બેસ્ડ ગેમનું ડિસ્ટ્રીબ્યુશનની આડમાં 3 લાખ રૂપિયાનો ચુનો લગાવ્યો છે.  જોકે હાલ આ અંગે પોલીસ તપાસ કરી રહી છે. તપાસ બાદ પોલીસ FIR અનુસાર કોઈ કાર્યવાહી કરશે. 

Whatsapp-channel Whatsapp-channel

27 July, 2021 02:24 PM IST | mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK