બોરીવલીમાં ગોરાઈની એક સોસાયટીમાં સાત ભટકતા ડૉગીને ઘર મળ્યું

19 November, 2019 02:29 PM IST  |  Mumbai | Pallavi Smart

બોરીવલીમાં ગોરાઈની એક સોસાયટીમાં સાત ભટકતા ડૉગીને ઘર મળ્યું

સ્ટ્રીટ ડૉગી અને તેના બચ્ચાઓ સાથે સોસાયટીના રહેવાસીઓ.

પ્રાણીઓ પર અમાનુષી અત્યાચારના સમાચારો વચ્ચે બોરીવલીમાં ગોરાઈ વિસ્તારમાંથી હૈયાને ઠંડક થાય એવા સમાચાર સાંપડ્યા છે. અહીંની એક સોસાયટીના રહેવાસીઓએ સ્વેચ્છાએ ડૉગીના પરિવારની સંભાળ રાખવાનું કામ ઉપાડી લીધું છે. માદા ડૉગીએ છ બચ્ચાંને જન્મ આપ્યાં પછી આ સોસાયટીના લોકો એને ખવડાવે છે અને એની સંભાળ રાખે છે. ગલુડિયાંઓ ગમે ત્યાં ભટકે નહીં એ માટે તેમણે જાળીની વાડ પણ ઊભી કરી છે.

કૉલેજ સ્ટુડન્ટ પ્રિયંકાએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે એક ગલુડિયું રોડ-અકસ્માતમાં મૃત્યુ પામ્યું એ પછી અમે બાકીનાના ગળે નિયોન કલરની અંધારામાં ચમકે એવી બૅન્ડ બાંધી છે.’

પ્રિયંકાના ભાઈ અંકુશે જણાવ્યું કે બીજી ઑક્ટોબરે માદાએ છ બચ્ચાંને જન્મ આપ્યો ત્યારથી અમે એની સંભાળ લેવાનું શરૂ કર્યું. જોકે પાડોશીઓ અમારી સાથે જોડાતાં અમને આમાં વધુ તકલીફ નથી પડતી.’

આ પણ વાંચો : નાલાસોપારામાં 17 વર્ષની ટીનેજરને કિડનૅપ કરીને ગૅન્ગરેપ આચરાયો : ત્રણની ધરપકડ

લાંબા સમયથી આ જ વિસ્તારમાં રહેતી હોવાથી માદા ડૉગીને લોકો વિવિધ હુલામણાં નામે બોલાવતાં હતાં. જોકે એણે બચ્ચાંને જન્મ આપ્યાં બાદ એની સંભાળ માટે આ વિસ્તારના લોકો સાથે આવ્યા છે. આ ગલુડિયાંના પપ્પા નર ડૉગી એડ પણ લગભગ દસેક વર્ષથી આ જ વિસ્તારમાં રહે છે. દિવસે વિસ્તારમાં ફરતો રહેતો એડ રાત્રે જાળીની વાડમાં બચ્ચાંની સંભાળ રાખતો હોય છે.

gorai borivali mumbai news pallavi smart