સોલાપુર: ડ્યુટી પર સોશ્યલ મીડિયાના ઉપયોગ પર પ્રતિબંધ

27 July, 2019 08:30 AM IST  |  મુંબઈ | સંજીવ શિવાડેકર

સોલાપુર: ડ્યુટી પર સોશ્યલ મીડિયાના ઉપયોગ પર પ્રતિબંધ

પ્રતીકાત્મક તસવીર

સોલાપુરમાં પોસ્ટિંગ મેળવનારા પોલીસ અધિકારીઓએ ફરજના સમય દરમ્યાન ટ્‌વિટર, ઇન્સ્ટાગ્રામ, વૉટ્સઍપ અને ફેસબુક જેવા સોશ્યલ મીડિયાને આવજો કહેવું પડશે. સોલાપુરના પોલીસ કમિશનર અંકુશ શિંદેએ આચારસંહિતા જાહેર કરી છે, જેમાં ડ્યુટી પર હોય ત્યારે સોશ્યલ મીડિયાના ઉપયોગ પર પ્રતિબંધ લાગુ કર્યો છે.

આમ કરવા પાછળનો આશય પ્રતિબંધ મૂકવાનો નથી, પરંતુ મોબાઈલમાં ડૂબેલા રહેવાની સ્ટાફની વૃત્તિ કાબૂમાં લાવવા અને કાર્યક્ષમતા વધારવાનો છે, એમ જણાવતાં શિંદેએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘જો કોઈ આ આદેશનું ઉલ્લંઘન કરશે તો તેને કારણદર્શક નોટિસ મોકલવામાં આવશે તેમ જ તેની સામે શિસ્તભંગના પગલાં લેવામાં આવશે.’

આ પણ વાંચો : મુંબઈ મૉનસૂન: સાત ઇંચ વરસાદ ખાબકતાં 26/7/2005 યાદ આવી

તાજેતરમાં સિક્યૉરિટી ચેક વખતે પોલીસો પોતાની ફરજ બજાવવાને બદલે મોબાઈલમાં ડૂબેલા જોવા મળ્યા હતા એમ જણાવી શિંદેએ ઉમેર્યું હતું કે ‘હું મોબાઇલના ઉપયોગનો વિરોધી નથી, પરંતુ અત્યંત આવશ્યક હોય તો જ તેનો ઉપયોગ કરવો જોઈએ એમ હું માનું છું. પોલીસ માટેની આચારસંહિતાને સામાન્ય જનતા તેમ જ નિષ્ણાતો તરફથી સારો પ્રતિસાદ સાંપડી રહ્યો છે.’

solapur mumbai news sanjeev shivadekar