Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મુંબઈ મૉનસૂન: સાત ઇંચ વરસાદ ખાબકતાં 26/7/2005 યાદ આવી

મુંબઈ મૉનસૂન: સાત ઇંચ વરસાદ ખાબકતાં 26/7/2005 યાદ આવી

27 July, 2019 08:10 AM IST | મુંબઈ

મુંબઈ મૉનસૂન: સાત ઇંચ વરસાદ ખાબકતાં 26/7/2005 યાદ આવી

ચોમાસાના બીજા રાઉન્ડમાં શુક્રવારે ભારે વરસાદે ફરી મુંબઈ શહેરને ધમરોળ્યું હતું. ક્યાંક પાણી ભરાવાથી લોકો પરેશાન થયા હતા તો કેટલાક સ્થળે સ્કૂલના વિદ્યાર્થીઓએ વરસાદની મજા માણી હતી. મોડી સાંજે અને રાતે વરસાદનું જોર વધતાં અનેક સ્થળોએ પાણી ભરાવાને લીધે ટ્રાફિક જૅમ થયો હતો. તસવીર : આશિષ રાણે, સતેજ શિંદે

ચોમાસાના બીજા રાઉન્ડમાં શુક્રવારે ભારે વરસાદે ફરી મુંબઈ શહેરને ધમરોળ્યું હતું. ક્યાંક પાણી ભરાવાથી લોકો પરેશાન થયા હતા તો કેટલાક સ્થળે સ્કૂલના વિદ્યાર્થીઓએ વરસાદની મજા માણી હતી. મોડી સાંજે અને રાતે વરસાદનું જોર વધતાં અનેક સ્થળોએ પાણી ભરાવાને લીધે ટ્રાફિક જૅમ થયો હતો. તસવીર : આશિષ રાણે, સતેજ શિંદે


છેલ્લા ત્રણ દિવસથી પડી રહેલા વરસાદનું જોર શુક્રવારે વધ્યું હતું. તળ મુંબઈમાં રાતે ૮.૩૦ વાગ્યા સુધી ત્રણ ઇંચ તો પરા વિસ્તારોમાં સાત ઇંચ વરસાદ ખાબકતાં અનેક ઠેકાણે પાણી ભરાવાની સાથે ટ્રાફિક જૅમ થયો હતો. ભારે વરસાદની અસર રેલવેને પણ થઈ હતી. ભારે વરસાદે મુંબઈગરાઓને ૨૦૦૫ની ૨૬ જુલાઈની યાદ આવી ગઈ હતી.

છેલ્લા ત્રણ દિવસથી મુંબઈ શહેર અને ઉપનગર તેમ જ થાણે જિલ્લામાં વરસાદનું જોર વધ્યું છે. હવામાન વિભાગે વધુ ૨૪થી ૪૮ કલાક ભારે વરસાદની આગાહી કરી છે. મુંબઈમાં બીએમસીના ડિઝૅસ્ટર મૅનેજમેન્ટ સેલને અનરાધાર વરસાદને કારણે નીચાણવાળા અનેક ભાગોમાં પાણી ભરાવાની ફરિયાદો મળવાનું શરૂ થયું છે. અંધેરી સબવેમાં પાણી ભરાવાને કારણે આ સબવે વાહનવ્યવહાર માટે બંધ કરાયો છે. ભાંડુપમાં એલબીએસ માર્ગ પર મેટ્રોનું કામ ચાલુ હોવાને કારણે પાણી ભરાયાં છે. દાદર, હિન્દમાતા, માટુંગા, કિંગ્સ સર્કલ જેવા ભાગોમાં પાણી ભરાઈ ગયાં છે. દરમ્યાન આગામી ૨૪ કલાકમાં મુશળધાર વરસાદની આગાહી હવામાન ખાતાએ કરી છે. પાણી ભરાવાને કારણે શહેરમાં ઠેકઠેકાણે વાહનવ્યવહારનો રૂટ ડાઇવર્ટ કરાયો છે.



વરસાદનું જોર વધવાથી મધ્ય, હાર્બર અને પશ્ચિમ રેલવેને આંશિક અસર પહોંચી હતી. ઍરપોર્ટ પાસે આવેલા ક્રાન્તિનગરમાં પાણી ભરાયાં હતાં. વરસાદ ન રોકાવાની સંભાવનાને ધ્યાનમાં લઈને મીઠી નદીનાં પાણીની સપાટી વધવાના ભયથી કાંઠા પર રહેનારા અનેક રહેવાસીઓએ ઘર ખાલી કરી શાળામાં આશ્રય લીધો છે.


મુંબઈ, થાણે અને નવી મુંબઈના પરિસરમાં આગામી ૨૪ કલાક ભારે વરસાદની આગાહી છે. મુંબઈ સાથે જ રાયગડ, રત્નાગિરિ, સિંધુદુર્ગ તેમ જ પાલઘર જિલ્લાના કેટલાક ભાગોમાં અતિવૃષ્ટિની સંભાવના વ્યક્ત કરાઈ છે. હવામાન વિભાગે પણ ઑરેન્જ અલર્ટ જાહેર કરી છે.

મુંબઈ, થાણે નવી મુંબઈમાં ભારે વરસાદની આગાહી કરાઇ


મહારાષ્ટ્રના રાયગડ, રત્નાગિરિ અને સિંધુદુર્ગ જિલ્લાઓ માટે ઑરેન્જ અલર્ટ જારી કર્યા બાદ ભારતીય વેધશાળાએ શુક્રવારે મુંબઈ, થાણે અને નવી મુંબઈમાં આગામી ૨૪ કલાકમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી હતી.

ઑરેન્જ અલર્ટ સૂચવે છે કે તંત્રએ જરૂરી કાર્યવાહી માટે તૈયાર રહેવું જોઈએ.

વેધશાળાના એક અધિકારીએ જણાવ્યું હતું કે ‘અમે રાયગડ, રત્નાગિરિ અને સિંધુદુર્ગ જિલ્લાઓ માટે ઑરેન્જ અલર્ટ જારી કર્યું છે. ઑરેન્જ અલર્ટ એ તંત્રને સજ્જ રહેવા માટેની ચેતવણી છે, જ્યારે રેડ અલર્ટ તેમને પગલાં લેવાનો આદેશ આપે છે, કારણ કે તેમાં પરિસ્થિતિ ગંભીર સ્વરૂપ ધારણ કરી શકે છે.’

આ પણ વાંચો : જ્યારે સાંબેલાધાર વરસાદે ખોરવી હતી મુંબઈની લાઈફલાઈન, જુઓ ફોટોઝ

મુંબઈમાં છેલ્લા બે દિવસમાં પડેલા વરસાદને કારણે સાયન, માટુંગા, માહિમ, અંધેરી, મલાડ તથા દહિસર સહિત શહેરના ઘણા ભાગોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ હતી. ઉપરાંત મહત્વના જંક્શન્સ પર ટ્રાફિક જૅમની સ્થિતિ ઊભી થઈ હતી.

Whatsapp-channel Whatsapp-channel

27 July, 2019 08:10 AM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK