સાત વર્ષની આકાંક્ષાની નાજુક ઍન્ડોસ્કોપિક સર્જરીમાં ડૉક્ટરોને મળી સફળતા

14 April, 2019 01:44 PM IST  |  | રૂપસા ચક્રબર્તી

સાત વર્ષની આકાંક્ષાની નાજુક ઍન્ડોસ્કોપિક સર્જરીમાં ડૉક્ટરોને મળી સફળતા

આકાંક્ષા

નાશિકથી આવેલી સાત વર્ષની બાળકી આકાંક્ષાને કૉમન કૉલ્ડ-શરદી હોવાનું મનાતું હતું, પરંતુ આકાંક્ષાના નાકમાંથી વહેતું પ્રવાહી શરદીનું મ્યુકસ નહીં પણ મગજમાંથી લીક થતું પ્રવાહી હોવાનું જાણવા મળ્યું ત્યારે મુંબઈના ડૉક્ટરોને આશ્ચર્ય થયું હતું. જૂજ કેસીસમાં જોવા મળતી કન્જેનિટલ ડિફેક્ટને કારણે આકાંક્ષાના મગજમાંથી લીક થતું પ્રવાહી સીધું એના નાકમાંથી વહેતું હતું. જો આકાંક્ષાને બ્રેઇન ઇન્ફેક્શન થયું હોત તો એ સ્થિતિથી જીવનું જોખમ ઊભું થઈ શક્યું હોત. મગજમાં અમુક ભાગ વિકસ્યો નહીં હોવાથી પ્રવાહીનું લીકેજ થયું હતું. એ ભાગ વિકસાવવા માટે ડૉક્ટરોએ આકાંક્ષાના પગની ચામડી લીધી હતી.

૨૦૧૨માં જન્મ વેળા ડૉક્ટરોએ આકાંક્ષા સ્વસ્થ-હેલ્ધી હોવાનું જણાવ્યું હતું, પરંતુ થોડા વખતમાં એ બાળકીના નાકમાંથી પ્રવાહી વહેવા માંડ્યું હતું. આકાંક્ષાનાં માતા-પિતાએ એ પ્રવાહીને શરદીનું મ્યુકસ ધારી લીધું હતું. દીકરીને શરદી અને તાવની બીમારી હોવાની એમની ધારણા હતી. એ ધારણા પ્રમાણે બાળકીના નાકમાંથી પ્રવાહી વહેતું રોકવા માટે અનેક ડૉક્ટરો પાસે સારવાર કરાવી હતી, પરંતુ એક પણ ડૉક્ટર તેના નાકમાંથી પ્રવાહી વહેતું રોકી શક્યા નહોતા. બાળકી સાત વર્ષની થઈ ત્યારે માતા-પિતા તેને મુંબઈ લાવ્યાં હતાં. મુંબઈના ડૉક્ટરોએ આકાંક્ષાને મગજની જન્મજાત વ્યાધિ કન્જેનિટલ નૅઝલ મેનિન્જોએન્સેફૅલોસિલ હોવાનું નિદાન કર્યું હતું.

આ બીમારી ખોપરીને તળિયે નાકની ઉપરના ભાગમાં જન્મજાત વ્યાધિને કારણે થાય છે. એ જગ્યામાં મેનિન્જોએન્સેફૅલોસિલ નામની નાકની કોથળી હોય છે. એ કોથળીમાં મગજમાંથી વહેતું એક પ્રકારનું પ્રવાહી ભેગું થાય છે. એ કોથળીમાં કાણું પડવાની શક્યતા પણ હોય છે. બાળકીને એ કન્જેનિટલ ડિફેક્ટ હોવાનું જાણવા મળતાં તેનાં માતા-પિતા ઉપરાંત ડૉક્ટરોને પણ આર્ય થયું હતું.

કોહિનૂર હૉસ્પિટલમાં આકાંક્ષાની સારવાર કરતા ચ્ફ્વ્ સજ્ર્યન ડૉ. સંજય હેલાળેએ જણાવ્યું હતું કે ‘અકસ્માતનો ભોગ બનેલી વ્યક્તિઓના મગજનું પ્રવાહી નાકમાંથી વહેવાની ઘટના સામાન્ય છે, પરંતુ કન્જેનિટલ ડિફેક્ટને કારણે મગજનું પ્રવાહી નાકમાંથી વહેવાની ઘટના સામાન્ય નથી. અમે બાળકીનાં માતા-પિતાની સંમતિથી ફોર હેન્ડ ટેãકનક વડે નાકમાંથી ઍન્ડોસ્કોપિક સર્જરી કરવાનો નિર્ણય લીધો હતો. એ ટેãકનકમાં બે ડૉક્ટરો એકસાથે સર્જરી કરે છે. ખોપરીની નીચે નાકની ઉપરની કોથળી બનાવવા માટે બાળકીના પગની ચામડીનો ઉપયોગ કર્યો હતો. સાત વર્ષની બાળકીના નાકના ટચુકડા ભાગ દ્વારા સર્જરી કેવી રીતે કરવી એ અમારે માટે પડકારરૂપ કામગીરી હતી.

આ પણ વાંચો : કર્મચારીના પ્રાઇવેટ પાર્ટમાં કૉમ્પ્રેસર પાઇપ ઘુસાડતા બે વર્કર્સની ધરપકડ

નાની ઉંમરના દરદીને ચાર કલાક સુધી એનેસ્થેશિયા હેઠળ કેવી રીતે રાખી શકાય એ પણ પ્રશ્ન હતો. નાકનું નસકોરું સીધું મગજ સાથે જોડાયેલું હોય એ સ્થિતિ ખરેખર જોખમી ગણાય. પરંતુ નાકમાંના એક પડદાને કારણે બહારનું કંઈ પણ સીધું મગજમાં જઈ શકતું નથી. આકાંક્ષાના કેસમાં મગજનું પ્રવાહી બહાર આવવા માટેના રસ્તાને કારણે બ્રેઇન ઇન્ફેક્શનની શક્યતા હતી.’

nashik mumbai news