આરે બચાવ ઝુંબેશના સૌથી નાના કાર્યકર્તાઓ આદિત્ય ઠાકરેને મળ્યા

15 September, 2019 01:50 PM IST  |  મુંબઈ | રંજિત જાધવ

આરે બચાવ ઝુંબેશના સૌથી નાના કાર્યકર્તાઓ આદિત્ય ઠાકરેને મળ્યા

ત્રણથી પાંચ વર્ષના આ છોકરાઓ ૨૦૧૬થી આરે બચાવો અભિયાન સાથે જોડાયેલા છે

આરેના જંગલને બચાવવા માટે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને જપાનના વડા પ્રધાન શિન્ઝો આબેને વિનંતી કરતાં વિડિયોમાં દેખાયેલા પાંચ વર્ષના અર્જુન મહેતા અને તેના મિત્રો સિદ્ધાંત કોઠારી તથા સઇશા કોઠારી શુક્રવારે શિવસેનાની યુવા સેનાના વડા આદિત્ય ઠાકરેને મળ્યા હતા અને આદિત્ય ઠાકરેને ઇન્ટરનૅશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઑફ નેચર અને યુનાઇટેડ નૅશન્સ એન્વાયર્નમેન્ટ પ્રોગ્રામના શહેરમાં આવેલા એનજીઓ એમ્પોવર ફાઉન્ડેશનના રિપોર્ટની પ્રત આપી હતી. આ રિપોર્ટમાં આરેમાં વન્યજીવન હોવાના પુરાવાઓ હતા.

ત્રણથી પાંચ વર્ષના આ છોકરાઓ ૨૦૧૬થી આરે બચાવો અભિયાન સાથે જોડાયેલા છે. અર્જુનની મમ્મી શીતલ મહેતાએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘આરેની બાયો-ડાઇનર્સિટી અને તેમાંના દીપડાના નામ તેમ જ તેમના વસવાટ સંબંધે આદિત્ય ઘણી માહિતી ધરાવતો હતો તે જાણીને અમે આશ્ચર્યચક્તિ થઈ ગયા હતા. તેની જાણકારીને આધારે અમે વિશ્વાસ કરી શકીએ કે આરે બચાવવાના અમારા પ્રયાસોમાં તે અમને ચોક્કસ સહાય કરશે.’

આ પણ વાંચો : બાંદરાનો સ્કાયવૉક 31 ડિસેમ્બર સુધીમાં ખુલ્લો મુકાશે

અર્જુનના પિતાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આદિત્યએ બાળકો સાથે લગભગ એક કલાક જેટલો સમય વાતો કરી હતી. આદિત્યએ બાળકો સાથે મેટ્રોના કારશેડ માટે વૈકલ્પિક જગ્યા મેળવી આપવાની તેમ જ આરેને વન તરીકે ઘોષિત કરવામાં આવે તેવી કોશિશ કરવાની ખાતરી આપી હતી.’

aarey colony save aarey aaditya thackeray mumbai news ranjeet jadhav