મુંબઈ: વસઈ-દિવા-પનવેલ સેક્શનનો સબર્બન રેલવેમાં સમાવેશ

06 March, 2019 08:32 AM IST  |  | રાજેન્દ્ર આકલેકર

મુંબઈ: વસઈ-દિવા-પનવેલ સેક્શનનો સબર્બન રેલવેમાં સમાવેશ

ફાઈલ ફોટો

મુંબઈ મેટ્રોપૉલિટન રીજનને કારણે મુંબઈની લોકલ ટ્રેનને પાંખ મળી હોય એમ લાગી રહ્યું છે. રેલવે મંત્રાલયે મુંબઈનાં ઉપનગરોની રેલવેલાઇનમાં વધારો કરીને દિવા, વસઈ અને પનવેલનો સબર્બ કૉરિડોરમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

આ જાહેરાતમાં અન્ય એક મોડ માટેની કનેક્ટિવિટીની જાહેરાત પણ કરવામાં આવી છે. એમાં સેન્ટ્રલ અને વેસ્ટર્ન રેલવેમાં દાદર અને વડાલા સ્ટેશન બાદ હવે દિવાથી વસઈની વચ્ચે ડાયરેક્ટ લોકલ ટ્રેન દોડાવી શકાશે.

સેન્ટ્રલ રેલવેમાં ૭૮ સ્ટેશનો છે, જ્યારે વેસ્ટર્ન રેલવેમાં ૩૮ સ્ટેશનો છે.

પનવેલ-દિવા-વસઈ સેક્શનમાં નવ સ્ટેશન આવેલાં છે. આ જાહેરાત બાદ હવે મુંબઈના સબર્બન સેક્શનમાં સ્ટેશનોની સંખ્યા ૧૨૪ થશે.

તમામ ૧૨૪ રેલવે-સ્ટેશનો સબર્બન સ્ટેશનો જેવી સુવિધા હશે એમ જણાવતાં રેલવે ઑથોરિટીએ જણાવ્યું હતું કે ‘૧૨ અને ૧૫ કારની ટ્રેન માટે ઍડ્વાન્સ સિગ્નલિંગની સુવિધા હશે. વધુ સારાં સ્ટેશનો અને મુસાફરો માટે વધુ સુવિધા હશે. ઝડપથી એન્ટ્રી મેળવવા માટે ફુટઓવર બ્રિજમાં વધારો કરવામાં આવશે. આ સિવાય અનાઉન્સમેન્ટ, એસ્કેલેટર અને એલિવેટર જેવી સુવિધાઓ પણ હશે.’

આ પણ વાંચો : મુંબઈ: વસઈ-વિરાર મહાનગરપાલિકામાં 122 કરોડનું કૌભાંડ

સામાન્ય નાગરિકો માટેના ફાયદા

લોકલ ટ્રેનની વધુ સારી કનેક્ટિવિટી

રિટર્ન ટિકિટ, સીઝન ટિકિટ મળતી થશે

એક્સ્ટેન્શન ટિકિટ પણ મળી શકશે

સ્ટેશન અને પૅસેન્જરોને મળતી સુવિધા સારી થશે

વધુ બ્રિજ અને સ્ટેશન સાથે કનેક્ટિવિટી

vasai panvel mumbai railways mumbai news