સ્ટ્રે ડૉગ્સને કલર કરી ઊંચી જાતના ડૉગી તરીકે વેચવાના રૅકેટનો પર્દાફાશ

13 July, 2019 12:58 PM IST  |  મુંબઈ | સમીઉલ્લાહ ખાન

સ્ટ્રે ડૉગ્સને કલર કરી ઊંચી જાતના ડૉગી તરીકે વેચવાના રૅકેટનો પર્દાફાશ

સ્ટ્રે ડૉગ્સ

વરલીમાં રહેતી અને પ્રાણીઓ માટે કામ કરતા એનજીઓની સભ્ય ઍક્ટિવિસ્ટે મેનકા ગાંધીને પત્ર લખીને સ્ટ્રે ડૉગને કલર કરી સારી બ્રીડના ડૉગીમાં ખપાવીને વેચવાનાં રૅકેટ ચલાવનારાઓ સામે પગલાં લેવા અનુરોધ કર્યો છે. ઍક્ટિવિસ્ટે ૧૬ વર્ષની વયના અને સોશ્યલ નેટવર્કિંગ સાઇટ પર અનેક સંસ્થાઓ સાથે સંકળાયેલા પોલીસ-કૉન્સ્ટેબલના પુત્રની સ્ટ્રે ડૉગ્સને કલર કરીને વેચવાની હરકત પકડી પાડ્યા બાદ તેને આ રૅકેટ વિશે જાણ થઈ હતી. 

સમગ્ર ઘટના એ મુજબની છે કે પ્રાણીઓના હકક માટે લડતા એનજીઓ સાથે કામ કરતી ઍક્ટિવિસ્ટ સ્વપ્ના ગુપ્તાએ કેટલાક દિવસ પહેલાં સ્ટ્રે ડૉગ્સને દત્તક આપવા માટે સોશ્યલ મીડિયા પર જાહેરખબર મૂકી હતી, જેના જવાબમાં વિજય મોહનાની નામના ૧૬ વર્ષના યુવકે બે પરિવાર તૈયાર હોવાનું જણાવીને પોતે બધી આવશ્યક વિધિ પૂરી કરી છે એમ જણાવ્યું હતું. બન્ને પપીને લઈ ગયા બાદ વિજય સ્વપ્નાનો ફોન લેવાનું બંધ કર્યું અને તેને ટાળવાની કોશિશ કરવા માંડ્યો. શંકાના આધારે સ્વપ્નાએ પપી પાછા નહીં મળે તો પોલીસ-ફરિયાદની ચીમકી આપતાં વિજયે પપી પાછા આપ્યા, પરંતુ સહેજ બ્રાઉન કલરના આ પપી એકદમ કાળા રંગના જોઈને તેણે વિજયની આકરી પૂછપરછ કરતાં જાણવા મળ્યું કે ક્રૉફર્ડ માર્કેટમાં આ જ પ્રકારે રસ્તા પરના પપીને રંગીને ઊંચી જાતના ગણાવીને વેચવામાં આવે છે જે જોઈને તે આવું કરવા પ્રેરાયો હતો.

આ પણ વાંચો : Rathyatra: રાજકોટમાં પણ નગરચર્યાએ નીકળ્યા નાથ, આવો રહ્યો રંગારંગ માહોલ

સ્વપ્નાએ આ સંબંધે આકરી કાર્યવાહી કરવા મેનકા ગાંધીને પત્ર લખ્યો છે.

mumbai worli Crime News