અન્ડરગ્રાઉન્ડ ડસ્ટબિન માટે જગ્યા ક્યાં ?

18 September, 2019 11:32 AM IST  |  મુંબઈ | પ્રાજક્તા કાસળે

અન્ડરગ્રાઉન્ડ ડસ્ટબિન માટે જગ્યા ક્યાં ?

ડસ્ટબિન

મુંબઈ મહાનગરપાલિકા દ્વારા સાત મહિના અગાઉ અન્ડરગ્રાઉન્ડ ડસ્ટબિન બેસાડવાની યોજના શરૂ કરવામાં આવી હતી. સાત મહિના બાદ પણ બીએમસી ચાર અન્ડરગ્રાઉન્ડ ડસ્ટબિન ફીટ કરી શકી નથી. દરમ્યાન હવે બીએમસીએ ૪.૧૫ કરોડના ખર્ચે નવાં ૪૦ ડસ્ટબિનની ખરીદી કરી હોવાનું સામે આવ્યું છે. મુંબઈ મહાનગરપાલિકાના સોલિડ વેસ્ટ મૅનેજમેન્ટને વોર્ડ ઑફિસોમાંથી નબળો પ્રતિસાદ મળી રહ્યો છે, કારણ કે જે જગ્યાઓ પર ડસ્ટબિન ફિટ કરવાનાં છે ત્યાં હજી સુધી ડસ્ટબિન પહોંચાડવામાં આવ્યાં નથી. જગ્યાનો મુદ્દો નડી રહ્યો હોવાથી બીએમસીને પાયલોટ પ્રોજેક્ટમાં નવા ૪ અન્ડરગ્રાઉન્ડ ડસ્ટબિન લગાડવા માટે ૮થી ૯ મહિનાનો સમય લાગ્યો હતો.

શહેરમાં કચરાની સમસ્યાને પહોંચી વળવા અન્ડરગ્રાઉન્ડ ડસ્ટબિન બેસાડવાનો પહેલો વિચાર ૨૦૧૭માં કરાયો હતો. જેની માટે નવા ચાર અન્ડરગ્રાઉન્ડ ડસ્ટબિનની ખરીદી જૂન, ૨૦૧૮માં કરી હતી. ડસ્ટબિન ખરીદ્યાના છ મહિના બાદ પણ નક્કી કરાયેલાં સ્થળો પૈકી એક પણ જગ્યા એવી નથી જ્યાં સમયસર અન્ડરગ્રાઉન્ડ ડસ્ટબિન ફિટ કરી દેવાયા હોય.

આ પણ વાંચો : ગોવંડીમાં બાર વર્ષના છોકરાએ મમ્મી સાથે ઝઘડો કરનારી ટ્યુશન ટીચરને પતાવી નાખી

અગાઉ નક્કી કરાયું હતું કે, સાઉથ મુંબઈના ટૂરિસ્ટ સ્થળ પાસે બે, ગેટવે ઑફ ઇન્ડિયા અને ફૅશન સ્ટ્રીટ પાસે તથા ગિરગામ ચોપાટી પાસે અન્ડરગ્રાઉન્ડ ડસ્ટબિન ફિટ કરાશે. જેમાંથી બીએમસીએ ગિરગામ ચોપાટી, મફતલાલ ક્લબ પાસેથી સફળ રીતે કામ પાર પાડ્યું હતું. બાકીનાં ત્રણ સ્થળોમાં ફેરફાર કરાયાં હતાં.

mumbai mumbai news brihanmumbai municipal corporation