ગોવંડીમાં બાર વર્ષના છોકરાએ મમ્મી સાથે ઝઘડો કરનારી ટ્યુશન ટીચરને પતાવી નાખી

Published: Sep 18, 2019, 08:33 IST | મુંબઈ

ઇશાન મુંબઈના ઉપનગર ગોવંડીના શિવાજીનગરમાં બાર વર્ષના છોકરાએ એની મમ્મી સાથે ઝઘડો કરનારી ૩૦ વર્ષની ટ્યુશન ટીચર આયેશા હુસુયાને ચપ્પુ મારીને ખતમ કરી નાખી હતી.

ઇશાન મુંબઈના ઉપનગર ગોવંડીના શિવાજીનગરમાં બાર વર્ષના છોકરાએ એની મમ્મી સાથે ઝઘડો કરનારી ૩૦ વર્ષની ટ્યુશન ટીચર આયેશા હુસુયાને ચપ્પુ મારીને ખતમ કરી નાખી હતી. સોમવારે સવારે બનેલી ઘટના માટે શિવાજીનગર પોલીસ સ્ટેશને હત્યાનો ગુનો નોંધીને છોકરાની ધરપકડ કરી છે. 

teacher

ઘરે ભણાવવા જતી ટ્યુશન ટીચર આયેશા પાસે એ વિદ્યાર્થીની મમ્મીએ ઘરની કેટલીક જરૂરી ચીજોની ખરીદી માટે ઉધાર પૈસા માગ્યા હતા, પરંતુ ટીચરે પૈસા આપવાનો ઇનકાર કર્યો હતો. એ કારણે છોકરાની સામે એની મમ્મી અને આયેશા વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી.

આ પણ વાંચો : મુંબઈ: રાજેશ મારુના પરિવારને 10 લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનું કોર્ટનું ફરમાન

છોકરાએ ઘરમાં પડેલું ચપ્પુ ઉપાડીને આયેશાને માર્યું હતું. આયેશાને તાત્કાલિક હૉસ્પિટલમાં લઈ જવાઈ હતી ત્યાં ડૉક્ટરોએ એને મૃત્યુ પામેલી જાહેર કરી હતી.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK