ઇન્ટરસિટી ટ્રેનમાં પાસહોલ્ડરોની દાદાગીરી

30 December, 2018 11:12 AM IST  |  | પ્રીતિ ખુમાણ ઠાકુર

ઇન્ટરસિટી ટ્રેનમાં પાસહોલ્ડરોની દાદાગીરી

પાસધારકો દાદાગીરી કરીને આખી સીટી રોકી લેતા હોવાનો અન્ય પ્રવાસીઓ દ્વારા આરોપ કરવામાં આવ્યો છે.

સુરત-મુંબઈ ઇન્ટરસિટીના પાસહોલ્ડરના મહિલા કોચમાં ૫૦ ટકા સીટો ખાલી હોવા છતાં પાસહોલ્ડર પ્રવાસીઓ સીટ પર કોઈને બેસવા ન દઈને દાદાગીરી દેખાડતા હોવાનો વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થયો છે. ગુજરાતી મહિલા પ્રવાસીએ આ વિડિયો લઈને એને વાઇરલ કર્યો છે અને પાસહોલ્ડરોની આ હરકત સામે અનેક રેલવે-ઍક્ટિવિસ્ટે નિંદા કરી છે અને તેમની દાદાગીરી સામે કડક પગલાં લેવાની માગણી સાથે રેલવે-મિનિસ્ટરને ટ્વીટ કરીને ફરિયાદ સુધ્ધાં કરી છે.

વાઇરલ વિડિયોમાં સુરત-મુંબઈ ઇન્ટરસિટીમાં એક મહિલા પ્રવાસી ટિકિટ લઈને પ્રવાસ કરી રહી છે અને તે દરવાજા પર તેના બાળકને લઈને બેસી છે. દરવાજા પાસે ખૂબ જ ઠંડી હવા આવી રહી હોવા છતાં મજબૂરીમાં બેસેલી મહિલા પ્રવાસી સામે અન્ય કોઈ મહિલા પ્રવાસીએ માનવતા ન દેખાડી અને તે મહિલા ઠંડીમાં એમ જ પ્રવાસ કરી રહી હતી. ગુજરાતી ભાષામાં વિડિયો વાઇરલ કરનાર મહિલાએ ટ્રેનમાં મહિલાઓ સીટ પર એકલી સૂતી હોવાનું, મોબાઇલ પર ટાઇમપાસ કરતી હોવાનું દેખાડ્યું છે; પરંતુ કોઈ મહિલા પ્રવાસીએ બાળક સાથે પ્રવાસ કરતી તે મહિલા સામે માનવતા તો છોડી દો, સીટની પાસે પણ બેસવા જણાવ્યું નહોતું.

આ પણ વાંચો : મુંબઈ: નાના જ્વેલરોમાં ફફડાટ

આ વિશે વેસ્ટર્ન રેલવેના ચીફ પબ્લિક રિલેશન્સ ઑફિસર રવીન્દ્ર ભાકરે ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘આવી કોઈ પણ પરિસ્થિતિ હોય તો રેલવે-પ્રવાસીઓ રેલવે પ્રોટેક્શન ફોર્સ ૧૮૨ નંબર પર ડાયલ કરીને મદદ મેળવી શકે છે.

mumbai news Crime News