પાક.થી ડુંગળીની આયાત કરવાની યોજના, ફડણવીસ સામે ખેડૂતોમાં રોષની લાગણી

14 September, 2019 02:42 PM IST  |  મુંબઈ

પાક.થી ડુંગળીની આયાત કરવાની યોજના, ફડણવીસ સામે ખેડૂતોમાં રોષની લાગણી

દેવેન્દ્ર ફડણવીસ

પુણે : રાજ્યની સરકાર દ્વારા સંચાલિત એમએમટીસી લિમિટેડે પાકિસ્તાન, ઇજિપ્ત, ચીન, અફઘાનિસ્તાન કે પછી અન્ય કોઈપણ દેશમાંથી ડુંગળીની આયાત માટેનું ટેન્ડર બહાર પાડતાં મહારાષ્ટ્રના ખેડૂતોએ એમએમટીસીની આકરી ટીકા કરી છે.

સ્વાભિમાની શેતકરી સંગઠનના ચૅરમૅન રાજુ શેટ્ટીના શબ્દોમાં ‘અમારા ખરીફ પાકના ફક્ત એક મહિના જેટલા ગાળા પછી દિવાળી બાદ લણણી કરવાની છે, ત્યારે તેઓ આવું શી રીતે કરી શકે? અને પાકિસ્તાનથી આયાત કરવાની શું જરૂર છે? શું ભારતીય ખેડૂત તેના કરતાં પણ વધુ મોટો દુશ્મન છે?’ એમએમટીસીના ૬ સપ્ટેમ્બરના ટેન્ડરમાં નવેમ્બરના અંત સુધીમાં ઇમ્પોર્ટેડ શિપમેન્ટની ડિલિવરી માગવામાં આવી છે. શેટ્ટીએ જણાવ્યા અનુસાર ‘નવો પાક અને આયાત એકસાથે જ આવી પહોંચશે, આથી અમારા ખેડૂતોને સારા ભાવ મળવાની તક નહિવત છે.’

હાલમાં મહારાષ્ટ્રના નાશિક જિલ્લામાં લાસલગાંવ ખાતે ડુંગળીના જથ્થાબંધ ભાવ આશરે ૨૩૦૦ રૂપિયા પ્રતિ ક્વિન્ટલ છે, જ્યારે ડુંગળીનો છૂટક ભાવ મેટ્રો શહેરોમાં રૂ. ૩૯થી ૪૨ પ્રતિ કિલો છે.

લાસલગાંવની એપીએમસી (એગ્રિકલ્ચર પ્રોડ્યુસ માર્કેટ કમિટી)ના ચૅરમૅન જયદત્ત હોલકરના જણાવ્યા પ્રમાણે ‘જે જથ્થા માટે બિડ્ઝ મગાવવામાં આવી છે (૨૦૦૦ ટન, બે ટકા વત્તા-ઓછા) તે જથ્થો મોટો નથી, પણ પ્રવાહો પર તેનો ચોક્કસપણે પ્રભાવ પડશે.’

બીજી તરફ કેન્દ્ર સરકારે પણ ડુંગળીની નિકાસ પર વિવિધ પ્રકારની ડ્યુટી લગાવી છે.

devendra fadnavis mumbai maharashtra