પાર્કિંગ ફાઇનમાં 2000નો ઘટાડો, છતાં મુંબઈગરાઓ કોર્ટમાં જશે

08 January, 2020 08:26 AM IST  |  Mumbai | Arita Sarkar

પાર્કિંગ ફાઇનમાં 2000નો ઘટાડો, છતાં મુંબઈગરાઓ કોર્ટમાં જશે

પાર્કિંગ

મહાનગરપાલિકાએ પાર્કિંગમાં લગભગ ૨૦૦૦ રૂપિયા જેવો ઘટાડો નક્કી કર્યો છે છતાં કેટલાક મુંબઈગરા પાર્કિંગ સામેના અધધધ દંડને કોર્ટમાં પડકારવાના મૂડમાં છે. અધધધ દંડ ઘટાડવાનું નક્કી કર્યું છે છતાં શહેરીજનોને હજી પણ લાગી રહ્યું છે કે દંડ ઘણો વધારે છે અને કેટલાક લોકો એની વિરુદ્ધ અદાલતના શરણે જવાનું વિચારી રહ્યા છે. આટલોબધો દંડ અમલમાં લાવવા બદલ બીએમસી ભારે ટીકાનો સામનો કરી રહી છે.

પબ્લિક પાર્કિંગ લૉટ્સ નજીક કારમાલિકો પાસેથી ૪૦૦૦ રૂપિયા અને મહત્ત્વના માર્ગો પર ૮૦૦૦ રૂપિયા વસૂલવાનો કોઈ અર્થ નથી. બીએમસીએ સમાન દંડ વ્યવસ્થા અમલી બનાવવી જોઈએ અને એની અસર એક વર્ષ માટે જોવી જોઈએ. જ્યાં દંડની અસર થતી ન હોય એવા વિસ્તારોમાં એમાં વધારો કરવો જોઈએ.

- ઍક્ટિવિસ્ટ નિખિલ દેસાઈ

brihanmumbai electricity supply and transport mumbai news