મુંબઈમાં હોળી સાથે થશે PUB G અને મસૂદ અઝહરનું દહન

20 March, 2019 07:07 PM IST  |  મુંબઈ

મુંબઈમાં હોળી સાથે થશે PUB G અને મસૂદ અઝહરનું દહન

મસૂદ અઝહર અને પબજીનું પૂતળું (તસવીર સૌજન્યઃANI)

એક તરફ રાજ્યમાં પબ જી પર પ્રતિબંધ મૂકાઈ રહ્યો છે, અને પબ જી રમતા લોકોની ધરપકડ થઈ રહી છે ત્યારે મુંબઈના બે યુવાનો ઉદાહરણ પુરુ પાડી રહ્યા છે. મુંબઈના સાયન કોલીવાડાના અમર અને આશિષ વિઠ્ઠલ નામના બે ભાઈઓએ હોળીની સાથે સાથે પબ જીના પૂતળાનું દહન કરવાનું નક્કી કર્યું છે. હોળિકા દહનની સાથે સાથે આ હિંસક ગેમ સામે જાગૃતતા ફેલાવવા માટે પબ જીના પૂતળાનું દહન કરશે.

 

આશિષ વિઠ્ઠલનું કહેવું છે કે,'પબજી પર પ્રતિબંધ મૂકાવો જરૂરી છે. પેરેન્ટ્સ કહે છે કે બાળકો આખો દિવસ પબ જી રમે છે. તેઓ અમને આ કન્સેપ્ટ માટે પણ થેન્ક યુ કહે છે.' અમરનું કહેવું છે કે પબજીને કારણે લોકો હિંસક બની રહ્યા છે. બાળકો સ્ટડી પર ધ્યાન નથી આપી શક્તા. એટલે અમે હોલિકા દહનની સાથે સાથે પબ જીનું પૂતળુ બાળવાનું નક્કી કર્યું છે. અમે સમાજમાં સંદેશ આપવા માગીએ છીએ.

પબજીના પૂતળાની સાથે સાથે મુંબઈકરાઓ આતંકી મસૂદ અઝહરના પૂતળાનું પણ દહન કરવાના છે. જમ્મુ કાશ્મીરના પુલવામા જિલ્લામાં CRPFના કાફલા પર ફિદાયીન હુમલો કરાવીને દેશના 40 જવાનોને શહીદ કરનાર આતંકવાદી સંસ્થા જૈશ-એ-મોહમ્મદના વડા મૌલાના મસૂદ અઝહરનું પૂતળુ આજે દેશની એક હોળીમાં દહન કરાશે. 

પણ વાંચોઃ અમદાવાદમાં પહેલીવાર PUB G રમતા યુવકોની થઇ ધરપકડ

mumbai news