મુંબઈઃ જૈન સિનિયર સિટિઝનનું અનોખું અંતિમ દાન

18 March, 2019 12:58 PM IST  |  મુંબઈ | રોહિત પરીખ

મુંબઈઃ જૈન સિનિયર સિટિઝનનું અનોખું અંતિમ દાન

ધીરજલાલ બૌઆએ કર્યા ઓર્ગન ડોનેશન

મુલુંડ (ઈસ્ટ)ના શ્રીનાથ અપાર્ટમેન્ટમાં રહેતા ૬૩ વર્ષના ધીરજલાલ બૌવાની તેમના મૃત્યુ બાદ ત્વચા અને ચક્ષુદાન કરવાની ઇચ્છા હતી. બે દિવસ પહેલાં ધીરજલાલનું બ્રેઇન ડેડ થઈ જવાથી તેમના પરિવારજનોએ તેમની ઇચ્છા મુજબ મુલુંડની ફોર્ટિસ હૉસ્પિટલમાં ત્વચા અને ચક્ષુદાનની સાથે કિડની, લિવર અને પૅãન્ક્રયાસ પણ ડોનેટ કરીને અનેક લોકોને જીવતદાન આપવા માટે સહભાગી બન્યા હતા. તેમના આ સદ્કાર્યને હૉસ્પિટલના સ્ટાફ તરફથી સૅલ્યુટ કરીને નવાજવામાં આવ્યું હતું.

ધીરજલાલ બૌઆ

આ માહિતી આપતાં ધીરજલાલ બૌવાના નાના ભાઈના પુત્ર મિતેષ બૌવાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ધીરજલાલ બૌવા છેલ્લાં પચીસ વર્ષથી સમાજસેવાના ક્ષેત્રમાં જોડાયેલા હતા. બે વર્ષથી તેમની તબિયત નાજુક રહેતી હતી. તેમને બેથી ત્રણ વાર પૅરૅલિસિસનો અટૅક આવ્યો હતો. બે દિવસ પહેલાં તેમને બ્રેઇન-સ્ટ્રોકનો અટૅક આવતાં તેમનું બ્રેઇન ડેડ થઈ ગયું હતું. શ્રી વાગડ ગ્રૅજ્યુએટ અસોસિએશન દ્વારા અવારનવાર સમાજમાં ઑર્ગન ડોનેશન અવેરનેસ વિશે સેમિનાર યોજાય છે. એનાથી પ્રેરિત થઈને મારા મોટા બાપાને તેમના મૃત્યુ બાદ ચક્ષુદાન અને ત્વચાદાનની તીવþ ઇચ્છા હતી.

આ પણ વાંચોઃ મુંબઈઃબાંધ્યાં હતાં ઘર બની દુકાનો, અધિકારીઓના આંખ આડા કાન

તેમનું બ્રેઇન ડેડ થઈ જતાં અમને પરિવારજનોને એક સેવાભાવી માનવી મૃત્યુની પળોમાં પણ તેમનાં ઑર્ગન ડોનેટ કરીને જનસેવા કરીને જાય એવા ભાવ થયા હતા. આથી અમે હૉસ્પિટલના ડૉક્ટરના સલાહસૂચનથી અને સુમતિ ગ્રુપના સહકારથી ત્વચા, ચક્ષુ, કિડની, લિવર અને પૅãન્ક્રયાસ ડોનેટ કરીને અનેક લોકોને જીવતદાન આપ્યું હતું.’

mumbai news