અમદાવાદ આવતા મુસાફરો મુંબઈ એરપોર્ટ પર અટવાયા

02 July, 2019 03:58 PM IST  |  મુંબઈ

અમદાવાદ આવતા મુસાફરો મુંબઈ એરપોર્ટ પર અટવાયા

Image Courtesy: Twitter

મુંબઈમાં સતત વરસાદને કારણે પરિસ્થિતિ કથળી રહી છે. માર્ગ વ્યવહાર અને ટ્રેનની સાથે સાથે હવાઈ વ્યવહાર પર પણ અસર પડી છે. મુંબઈ એરપોર્ટનો એક રનવે બંધ કરી દેવાયો છે, તો લગભગ 50 કરતા વધુ ફ્લાઈટ રદ કરી દેવાઈ છે. ખરાબ હવામાનને કારણે સેંકડો મુસાફરો મુંબઈ એરપોર્ટ પર અટાવાયા છે. મળતી માહિતી પ્રમાણે દક્ષિણ આફ્રિકાથી અમદાવાદ આવતા મુસાફરો મુંબઈ એરપોર્ટ પર અધવચ્ચે અટવાયા છે. પહેલા હવામાન ખરાબ હોવાનું કહીને મુસાફરોને દિલ્હી લઈ જવાયા, દિલ્હીાં ફ્લાઈટમાં 3 કલાક બેસાડી રાખ્યા બાદ ફી મુંબઈ ઉતારી દેવાયા છે. હવે મુસાફરો અમદાવાદ પહોંચવા રઝળી રહ્યા છે.

 

ઉલ્લેખનીય છે કે છેલ્લા 4 દિવસથી મુંબઈમાં સતત વરસાદ પડી રહ્યો છે. છેલ્લા 2 દિવસમાં મુંબઈમાં 2 ઈંચ વરસાદ પડ્યો છે. પડ્યો છે. જેને કારણે માયાનગરી મુંબઈ પાણી પાણી થઈ ગઈ છે. હવામાન વિભાગે મંગળવારે પણ શહેરમાં વરસાદનું એલર્ટ આપ્યું છે. બીએમસીએ તમામ શાળાઓ, કોલેજ અને ઓફિસો બંધ રાખવાની જાહેરાત કરી છે. જો કે આ વરસાદ હાલાકીનો વરસાદ સાબિત થઈ રહ્યો છે.

ભારે વરસાદને કારણે મુંબઈ એરપોર્ટનો રનવે બંધ કરી દેવાયો છે. પાણી ભરાવાને કારણે રન વે લપસણા બનયા છે. સ્પાઈસ જેટ એસજી 6237 જયપુર-મુંબઈ ફ્લાઈટ રનવે પર લપસી ગઈ હતી. તેના કારણે સોમવારે મોડી રાતે મુંબઈ એરપોર્ટનો મુખ્ય રનવે બંધ કરી દેવામાં આવ્યો છે. વૈકલ્પિક રનવે ઓપરેશન ચાલુ છે. સ્પાઈસ જેટની ઘટના પછી 54થી વધારે ફ્લાઈટ્સ ડાઈવર્ટ કરવામાં આવી છે. કેટલીક ફ્લાઈટ્સ અમદાવાદ અને બેંગલુરુ પણ ડાયવર્ટ કરવામાં આવી છે. સ્થાનિક એરલાઈન્સ સોશિયલ મીડિયા પર ફ્લાઈટ મોડી થવાની અને રદ થવાની માહિતી આપી રહ્યા છે.

આ પણ વાંચોઃ Mumbai Rain:વરસાદની સજા વચ્ચે માણો મીમ્સની મજા

આગામી 24 કલાકમાં મુબંઈમાં હજી પણ ભારે વરસાદની શક્યતા હવામાન વિભાગે કરી છે. હવામાન વિભાગના કહેવા પ્રમાણે ઉપરવાસમાં ભારે વરસાદની શક્યતા છે. તો અમુક જગ્યાએ સમાન્ય વરસાદ વરસી શકે છે.

mumbai airport mumbai rains