સાત વર્ષમાં સૌથી ઓછા નોંધાયા ડ્રન્ક ઍન્ડ ડ્રાઇવના કેસ

02 January, 2019 10:20 AM IST  | 

સાત વર્ષમાં સૌથી ઓછા નોંધાયા ડ્રન્ક ઍન્ડ ડ્રાઇવના કેસ

થર્ટીફર્સ્ટની રાત્રે અંધેરીમાં બિસ્લેરી કંપની પાસે વાહનચાલકોની બ્રેથ ઍનૅલાઇઝર દ્વારા તપાસ કરી રહેલા પોલીસના જવાનો. તસવીર : સમીર માર્કન્ડે

થર્ટીફર્સ્ટની રાત્રે ડ્રન્ક ઍન્ડ ડ્રાઇવ નિયમનો ભંગ કરનારા લોકોની સંખ્યા સાત વર્ષમાં સૌથી ઓછી હતી. એ માટે આખા વર્ષ દરમ્યાન મુંબઈ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી ઝુંબેશને શ્રેય આપતાં જૉઇન્ટ કમિશનર (ટ્રાફિક) અમિતેશ કુમારે કહ્યું હતું કે ટ્રાફિક-પોલીસ દ્વારા શહેરમાં વિવિધ જગ્યાઓ પર ૮૫ ચેક-પૉઇન્ટ ઊભા કરવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા સાંજે ચાર વાગ્યાથી ગઈ કાલે સવારે છ વાગ્યા સુધી ચેકિંગ કરવામાં આવી હતી. આ વર્ષે સરપ્રાઇઝ ચેકિંગ માટે અમે ચેક-પૉઇન્ટ્સમાં વધારો કર્યો હતો.’

મુંબઈ પોલીસે થર્ટીફર્સ્ટની રાત્રે ૪૫૫ જેટલા લોકો સામે ડ્રન્કન ડ્રાઇવિંગના ગુના નોંધ્યા હતા અને આ તમામ આરોપીઓને દંડ ફટકાર્યો હતો અને તેમના ડ્રાઇવિંગ લાઇસન્સ કામચલાઉ ધોરણે સસ્પેન્ડ કરવાની ભલામણ કરી છે. થર્ટીફર્સ્ટની રાત્રે પોલીસે ૯૮૦૦ લોકોને બ્રેથ ઍનૅલાઇઝર વડે ચકાસ્યા હતા જેમાંથી ૪૫૫ જેટલા ડ્રાઇવરો દારૂનો નશો કરી વાહન ચલાવતા હોવાનું જાણવા મળ્યું હતું. ગયા વર્ષે ૬૧૫ કેસ ડ્રન્કન ડ્રાઇવિંગના ગુનામાં નોંધાયા હતા.

આ સાથે ઓવરસ્પીડિંગ બદલ ૧૧૧૪ ડ્રાઇવરો સામે કેસ નોંધવામાં આવ્યા હતા. જૉઇન્ટ કમિશનર ઑફ પોલીસ (ટ્રાફિક) અમિતેશ કુમારે જણાવ્યું હતું કે ન્યુ યરની રાત્રે ૧૦થી સવારે ૬ વાગ્યા સુધી પોલીસે કુલ ૯૮૦૦ વાહનચાલકોને તપાસ્યા હતા જેમાંથી ૪૫૫ વાહનચાલકોએ દારૂનો નશો કર્યો હતો. આ ઉપરાંત આવા ડ્રાઇવરો સામે બધું મળીને કુલ ૯૧૨૧ કેસ નોંધવામાં આવ્યા છે.

આ પણ વાંચો : મેયરના સ્થળાંતરમાં વિલંબ થવાનું કારણ નાનો બંગલો?

પાડોશના થાણે શહેરમાં ૨૦૭૧ લોકો સામે ડ્રન્કન ડ્રાઇવિંગના ગુના નોંધવામાં આવ્યા હતા અને નવી મુંબઈમાં ૩૫૦ લોકો સામે કેસ નોંધવામાં આવ્યા હતા.

mumbai police new year mumbai news