લિવર ટ્રાન્સપ્લાન્ટ કરાવનાર માતાની આર્થિક મદદ માટે અપીલ

04 April, 2019 07:28 AM IST  |  મુંબઈ

લિવર ટ્રાન્સપ્લાન્ટ કરાવનાર માતાની આર્થિક મદદ માટે અપીલ

મિત્તલ ઓઝા

અમદાવાદમાં રહેતી ૨૮ વર્ષની પરિણીતા મિતલ ઓઝાએ ૩૧ જાન્યુઆરીએ દિકરાને જન્મ આપ્યો હતો. ડિલિવરી બાદ મિતલ ઓઝા હેપેટાઇટિસ-બીનો શિકાર હોવાનું જાણવા મળ્યું હતું. બે મહિનાની ટ્રીટમેન્ટ દરમિયાન મિતલને લિવર ટ્રાન્સપ્લાન્ટ કરવાની જરૂર હોવાની જાણ થતા મિતલની માતા કિરણબહેન મહેતાએ દિકરીને લિવર આપવાનું નક્કી કર્યું હતું. મુંબઇની ગ્લોબલ હોસ્પિટલમાં મંગળવારે મિતલનું લિવર ટ્રીટમેન્ટનું ઓપરેશન થયું હતું. લિવર ટ્રાન્સપ્લાન્ટ માટે ૧૫ લાખનો ખર્ચ થયો હોવાથી મિતલ હજી હોસ્પિટલમાં જ છે અને આગળની ટ્રીટમેન્ટ માટે વિલંબ આવી રહ્યો છે.

મારો બે મહિનાનો દિકરો એના દાદા-દાદી સાથે રહે છે એમ જણાવતા મિતલના પતિ જીગર ઓઝાએ જણાવ્યું હતું કે, ‘મારી પત્ની લિવરની બિમારીથી પિડાઇ રહી છે અને એનું લિવર ટ્રાન્સપ્લાન્ટ કરવા ડોક્ટરે જણાવ્યું છે. ટ્રાન્સપ્લાન્ટ માટે ૨૦ લાખનો ખર્ચ થયો છે. ઘરની આર્થિક જવાબદારીઓ મારી ઉપર હોવાથી ઓપરેશનનો તમામ ખર્ચ ઉપાડવા માટે હું એકલો સક્ષમ નથી. એથી મારી પત્નીના લિવર ટ્રાન્સપ્લાન્ટ ઓપરેશન બાદના ખર્ચની મદદ કરવા હું વાચકોને અપીલ કરું છું.’

આ પણ વાંચોઃ મુંબઈઃઆને કહેવાય પ્રેમ, પતિની કિડની ફેલ થતા પત્નીએ આપી કિડની

મદદ કરવા માટે જીગર ઓઝાનો ૯૪૨૯૩ ૨૦૦૫૦ પર સંપર્ક સાધવો.

mumbai news ahmedabad