રેલવેના સર્વેક્ષણમાં મહિલા પ્રવાસીઓએ રેલવેની જ ઝાટકણી કરી

08 November, 2019 11:55 AM IST  |  Mumbai | Rajendra B Aklekar

રેલવેના સર્વેક્ષણમાં મહિલા પ્રવાસીઓએ રેલવેની જ ઝાટકણી કરી

મુંબઈ રેલવે

મુંબઈ રેલવે વિકાસ કૉર્પોરેશન દ્વારા વિરાર-દહાણુ તેમ જ નેરલ-કરજત વચ્ચેની મહિલા પ્રવાસીઓ પર હાથ ધરેલા સર્વેમાં ચોંકાવનારાં તારણો બહાર આવ્યાં હતાં તેમ જ આ તારણોએ સેન્ટ્રલ અને વેસ્ટર્ન રેલવેના તમામ દાવાઓને પોકળ સાબિત કર્યા હતા. સર્વેના આધારે માલૂમ પડ્યું હતું કે ૪૫ ટકા કરતાં વધુ મહિલાઓ અસલામતી અનુભવે છે. આ સંશોધનમાં આશરે ૯૦ ટકા જેટલી મહિલા મુસાફરોએ સમગ્રતયા સંતોષ અંગે કંગાળ માળખાકીય સુવિધા સાથે નકારાત્મક પ્રતિભાવ આપ્યા હતા.

મહિલા પ્રવાસીઓએ જણાવ્યું હતું કે ‘તેઓ સેક્શન્સ વચ્ચેનાં સ્ટેશનો પરના દયનીય ઇન્ફ્રાસ્ટ્રક્ચર, લપસણી સીડીઓ, ગંદાં શૌચાલયો, લેડિઝ કમ્પાર્ટમેન્ટની જગ્યા, સ્ટેશન સુધીની પહોંચ જેવાં પરિબળોથી પણ અસંતુષ્ટ છે અને અનેક ફરિયાદો કરવા છતાં રેલવેઝે સ્થિતિમાં કોઈ સુધારો કર્યો નથી.’

આ પણ વાંચો : મહારાષ્ટ્રમાં સત્તા માટેના 5 સમીકરણો, જાણો સત્તા માટે બાજી મારશે

આ અહેવાલ તૈયાર કરવા માટે આશરે ૧૦૦૯ મહિલા પ્રવાસીઓના ઇન્ટરવ્યુ હાથ ધરવામાં આવ્યા હતા. આ અહેવાલ મુંબઈ રેલ વિકાસ કૉર્પોરેશનની વેબસાઇટ પર અપલોડ કરવામાં આવ્યો હતો અને પછી તરત જ દૂર કરી દેવાયો હતો.

mumbai news indian railways western railway virar dahanu karjat rajendra aklekar