Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મહારાષ્ટ્રમાં સત્તા માટેના 5 સમીકરણો, જાણો સત્તા માટે બાજી મારશે

મહારાષ્ટ્રમાં સત્તા માટેના 5 સમીકરણો, જાણો સત્તા માટે બાજી મારશે

07 November, 2019 06:55 PM IST | Mumbai

મહારાષ્ટ્રમાં સત્તા માટેના 5 સમીકરણો, જાણો સત્તા માટે બાજી મારશે

PC : Jagran.com

PC : Jagran.com


છેલ્લા 15 દિવસથી વધુ સમય થવા છતાં મહારાષ્ટ્રમાં કોણ સરકાર બનાવશે તેનું નિર્ણય આવ્યો નથી. ત્યારે મહારાષ્ટ્ર વિધાનસભાનો કાર્યકાળ 9 નવેમ્બરના રોજ પુરી થઇ રહી છે. જો આ તારીખ સુધી કોઈ દળ કે ગઠબંધન સરકાર બનાવવાનો દાવો રજૂ ન કરે તો ત્યાં રાષ્ટ્રપતિ શાસન લગાવવામાં આવી શકે છે. ચૂંટણીમાં 105 સીટ વાળી ભાજપ પાર્ટી સોથી મોટી છે અને તેમના ગઠબંધનના સહયોગી શિવસેના પાસે 56 ધારાસભ્યો છે. જોકે સત્તામાં બંનેની ભાગીદારી વિશે વાત અટકી છે.


મહારાષ્ટ્રમાં સરકારની સત્તાના 5 સમીકરણ

1) ભાજપ-શિવસેનામાં ખેંચતાણ ઓછી થાય
ભાજપ-શિવસેના વચ્ચે ખેંચતાણ દૂર થઈ જાય અને ફડણવીસ અથવા બંને દળોની આંતરિક સહમતી વાળા ઉમેદવાર મુખ્યંમત્રી પદની શપથ લે. સૂત્રોએ ન્યૂઝ એજન્સીને જણાવ્યું કે, બંને દળ વચ્ચે આંતરિક વાતચીત ચાલુ છે અને બધુ બહુ જલદી ઠીક થઈ જશે. સત્તામાં ભાગીદારીના નવા સમીકરણ સામે આવે તેવી પણ શક્યતા છે.


2) શિવસેનાના 45 ધારાસભ્યો ભાજપની સાથે આવ્યા
ભાજપ સાંસદ સંજય કાકડેએ દાવો કર્યો છે કે, શિવસેનાના 45 ધારાસભ્યો તેમની પાર્ટીને સમર્થન આપવા માંગે છે. આ સંજોગોમાં 56 ધારાસભ્યો વાળી શિવસેનાથી 45 ધારાસભ્યો ટૂટે તો આ સંખ્યા 2/3થી વધારે થઈ જાય અને દળ-બદલ કાયદો લાગુ ન થઈ શકે. 105 ધારાસભ્યો વાળા ભાજપના સંખ્યાબળ આ ધારાસભ્યોની મદદથી 150 પહોંચી જશે અને તેઓ ગૃહમાં બહુમતી સાબીત કરશે.

3) ભાજપ અલ્પમતની સરકાર બનાવે
288 સભ્યોવાળી વિધાનસભામાં ભાજપ પાસે 105 ધારાસભ્ય છે. બહુમતી માટે 145નો આંક જરૂરી છે. જો ભાજપ 29 અપક્ષ ધારાસભ્યોને તેમની સાથે લઈ લે તો તેમનું સંખ્યાબળ 134 થઈ જાય. આ સંજોગોમાં પાર્ટી બહુમતથી 11 આંક જ દૂર રહે. આ સ્થિતિમાં ફ્લોર ટેસ્ટ વખતે વિધાનસભામાં અન્ય પાર્ટીઓના 21 ધારાસભ્યો ઘેરહાજર રહે તો ભાજપ ગૃહમાં બહુમતી સાબીત કરી દેશે. 21 ધારાસભ્યો ઘેરહાજર હોય તો ગૃહમાં સભ્યોની સંખ્યા 267 થઈ જાય અને ત્યારે બહુમતી માટે 134ના આંકની જ જરૂર રહે. આ આંકડો ભાજપ 29 અપક્ષની મદદથી મેળવી શકે છે.

4) શિવસેના-એનસીપીનું ગઠબંધન થાય અને કોંગ્રેસ બહારથી સમર્થન કરે
56 ધારાસભ્યો વાળી શિવસેનાનું 54 ધારાસભ્યોવાળી એનસીપી સાથે ગઠબંધન થઈ જાય અને 44 ધારાસભ્યો વાળી કોંગ્રે બહારથી સમર્થન આપે. આ સંજોગોમાં ત્રણેયની સંખ્યા મળીને 154 થઈ જાય. જોકે આ ગઠબંધન થવાની શક્યતા ખૂબ ઓછી છે. કારણકે કોંગ્રેસ આ મામલે એકદમ ચૂપ છે અને એનસીપી પ્રમુખ શરદ પવાર શિવસેના નેતા સંજય રાઉત સાથેની મુલાકાત પછી પણ કહી ચૂક્યા છે કે, અમને વિપક્ષનો જનાદેશ મળ્યો છે. પવારનું એવું પણ કહેવું છે કે, રાઉત કયા આધાર પર 170 ધારાસભ્યોના સમર્થનની વાત કરી રહ્યા છે.

આ પણ જુઓ : Maharashtra Assembly Polls: આમિર ખાન, શાહરૂખ ખાન, ગોવિંદાએ કર્યું મતદાન....

5) 170 ધારાસભ્યોના સમર્થનની વાત કરતી શિવસેવા દાવો રજૂ કરી દે
ભાજપ સરકાર બનાવવાનો દાવો રજૂ ન કરે અને 56 ધારાસભ્યો વાળી શિવસેના સરકાર બનાવવાનો દાવો રજૂ કરે. આવી શક્યતા એટલા માટે છે કારણકે શિવસેના સાંસદ સંજય રાઉત સતત દાવો કરી રહ્યા છે કે શિવસેના પાસે 170 ધારાસભ્યોનું સમર્થન છે અને આ સંખ્યા 175 સુધી થઈ શકે છે.


Whatsapp-channel Whatsapp-channel

07 November, 2019 06:55 PM IST | Mumbai

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK