ઉદ્ધવ ઠાકરે મુંબઈ મહાનગરપાલિકાના પેન્ડિંગ પ્રોજેક્ટ્સને પાર પાડશે?

28 November, 2019 10:04 AM IST  |  Mumbai | Prajakta Kasale

ઉદ્ધવ ઠાકરે મુંબઈ મહાનગરપાલિકાના પેન્ડિંગ પ્રોજેક્ટ્સને પાર પાડશે?

ફાઈલ ફોટો

મુંબઈ મહાનગરપાલિકાનું સુકાન સંભાળતી શિવસેનાના હાથોમાં મહારાષ્ટ્રનું મુખ્ય પ્રધાનપદ પણ આવતાં મહાપાલિકાની પ્રલંબિત યોજનાઓ પણ પાર પડે એવી અપેક્ષા શહેરના નાગરિકો રાખે છે. પાંચસો ચોરસ ફૂટથી ઓછા ક્ષેત્રફળના ફ્લૅટ્સના પ્રોપર્ટી ટૅક્સ માફ કરવા, દેવાંના બોજમાં દબાયેલા બેસ્ટ અન્ડર ટેકિંગની સુધારણા, કોસ્ટલ રોડ અને નાઇટ લાઇફ પૉલિસી વગેરેના અમલ અને પ્રગતિ તરફ સૌનું ધ્યાન દોરાયેલું છે. 

૨૦૧૭ની મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણીમાં શિવસેનાએ નાનાં ઘરોના પ્રોપર્ટી ટૅક્સ માફ કરવાનું વચન આપ્યું હતું. પાલિકાના સભાગૃહમાં એ યોજનાને શિવસેનાના નગરસેવકોએ મંજૂરી તો આપી દીધી. એ મહત્ત્વપૂર્ણ યોજનાના અમલની ઘણા વખતથી રાહ જોવાઈ રહી છે. પાલિકા હસ્તકના બેસ્ટ તંત્રને મુંબઈ મહાનગરપાલિકાએ નાણાકીય સહાય કર્યા છતાં એના ઉપર ૨૨૫૦ કરોડ રૂપિયાનું દેવું છે.

આ પણ વાંચો : રશ્મિ ઉદ્ધવ ઠાકરે ઠાકરેરાજના ખરાં આર્કિટેક્ટ

સર્વોચ્ચ અદાલતના આદેશને પગલે અટકેલા ૧૨,૦૦૦ કરોડ રૂપિયાના કોસ્ટલ રોડ પ્રોજેક્ટ કેવી રીતે આગળ વધે છે અને ૨૦૧૩થી આદિત્ય ઠાકરેને નામે ગાજતી નાઇટ લાઇફ પૉલિસી ક્યારે અમલમાં આવે છે, એ પણ જોવાનું રહે છે.

mumbai news brihanmumbai municipal corporation uddhav thackeray shiv sena