અંધેરી અને માહિમ સ્ટેશન પરથી જેન્ટ્સ ફર્સ્ટ ક્લાસનું બોર્ડ હટાવાયું

22 November, 2019 02:50 PM IST  |  Mumbai | Rajendra B Aklekar

અંધેરી અને માહિમ સ્ટેશન પરથી જેન્ટ્સ ફર્સ્ટ ક્લાસનું બોર્ડ હટાવાયું

માહિમ રેલવે સ્ટેશન

રેલવે પ્લૅટફૉર્મ પરના સાઇનેજમાં કરાયેલા છબરડા પ્રત્યે ‘મિડ-ડે’એ ધ્યાન દોર્યાના એક અઠવાડિયા પછી રેલવેએ પોતાની ભૂલ સુધારી લીધી છે. ઍક્ટિવિસ્ટ અને રેલવે પૅસેન્જર અસોસિએશને જણાવ્યું હતું કે ભારતીય રેલવેના નિયમો મુજબ પશ્ચિમ રેલવેના સેક્શનમાં ‘જેન્ટ્સ ફર્સ્ટ ક્લાસ’ જેવો કોઈ વિશેષ વર્ગ નથી. ફર્સ્ટ ક્લાસનો પાસ કે ટિક‌િટ ધરાવનાર કોઈ પણ વ્યક્તિ ફર્સ્ટ ક્લાસમાં ચડી શકે છે. ‘મિડ-ડે’એ ધ્યાન દોર્યા બાદ રેલવેએ અંધેરી અને માહિમ સ્ટેશન પરથી સૂચિત સાઇન બોર્ડ હટાવી એની જગ્યાએ ‘ફર્સ્ટ ક્લાસ’ની સાઇન ધરાવતાં બોર્ડ લગાવી દીધાં છે.

andheri mahim mumbai railways western railway mumbai news