સેના-બીજેપીએ કરેલા વિશ્વાસઘાતના મામલે મતદારે HCના દરવાજા ખટખટાવ્યા

26 November, 2019 12:10 PM IST  |  Mumbai | Gaurav Sarkar

સેના-બીજેપીએ કરેલા વિશ્વાસઘાતના મામલે મતદારે HCના દરવાજા ખટખટાવ્યા

પ્રિયા ચવાણ કુલકર્ણી

બીજેપી અને એનસીપી વચ્ચેના ચૂંટણી બાદ થયેલા નાટ્યાત્મક જોડાણથી બીજેપીને મત આપનારા તેના સમર્થકો ખુશ નથી. ૪૬ વર્ષની એક થાણેની રહેવાસીએ ગઈ કાલે મુંબઈ હાઈ કોર્ટમાં પિટિશન ફાઇલ કરી છે જેમાં હાઈ કોર્ટને બીજેપી-શિવસેનાના ચૂંટણી પહેલાંના ગઠબંધનવાળા પક્ષને સરકાર રચવાનો આદેશ આપવા જણાવાયું છે.

પ્રિયા ચવાણ કુલકર્ણીએ તેની પિટિશનમાં જણાવ્યું છે કે વિવિધ પક્ષો વચ્ચે ચૂંટણી બાદ કરવામાં આવી રહેલા અપવિત્ર ગઠબંધનથી મને છેતરાયાની લાગણી થાય છે. આ પિટિશનમાં બીજેપી અને શિવસેના ઉપરાંત કેન્દ્ર અને રાજ્ય સરકારને જવાબદેહ ગણાવાયા છે તથા તેમને સેના-એનસીપી-કૉન્ગ્રેસ કે પછી બીજેપી-એનસીપીના નવા ગઠબંધનના વિધાનસભ્યોમાંથી મુખ્ય પ્રધાન ન બનાવવા આદેશ આપવા જણાવ્યું છે.

આ ઉપરાંત પિટિશનમાં ચૂંટણીના આધારે સેના-એનસીપી-કૉન્ગ્રેસના ગઠબંધનને ‘ફ્રૉડ’ જાહેર કરવા જણાવતાં સેના અને બીજેપી સામે છેતરપિંડી અને મતદારો સાથે વિશ્વાસઘાતનો કેસ કરવા અને ચૂંટણીનો ખર્ચ આ બન્ને પક્ષો પાસેથી વસૂલવા જણાવ્યું છે.
કુલકર્ણીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સમાન વિચારધારા અને હિન્દુત્વના એજન્ડાથી પ્રભાવિત થઈને મેં બીજેપી-શિવસેનાના ગઠબંધનને મત આપ્યો હતો, પણ એ બન્નેએ અમને એટલે કે મતદારોને ધોખો આપ્યો છે. અમે મતદારોએ તેમને જનાદેશ આપ્યો પણ પોતાનાં સ્વાર્થી કારણોસર તેમણે અન્ય પક્ષો સાથે જોડાણ કર્યું છે.’

શું એનસીપી કોઈ દિવસ હિન્દુત્વના માર્ગે ચાલી શકશે? અત્યારે પણ તેઓ હિન્દુત્વની અવગણના કરે છે. આ જ સમય છે રાજ્યમાં ચાલી રહેલા નાટકીય ઘટનાઓનો અંત લાવવાનો. બીજેપી કે ઉદ્ધવ ઠાકરેએ સંખ્યાબળ માટે દોડાદોડી કરવાની આવશ્યકતા નથી. અમે જનતાએ તેમને જનાદેશ આપ્યો છે તો તેમણે જ સરકાર બનાવવી જોઈએ.

આ પણ વાંચો : સુપ્રીમનો આદેશ: બુધવારે સાંજે 5 વાગ્યા સુધી ફ્લોર ટેસ્ટ કરે, જીવંત પ્રસારણ પણ થશે

કુલકર્ણીના વકીલ નીતિન સાતપુતેએ જણાવ્યું હતું કે ‘મારા ક્લાયન્ટે બીજેપી-શિવસેનાના ચૂંટણી પહેલાંના ગઠબંધનના પક્ષને હિન્દુત્વની વિચારધારાથી આકર્ષાઈને મત આપ્યો છે, પરંતુ આ ગઠબંધનના પક્ષોએ પહેલાં મારા અસીલને મતદાન કરવા લલચાવ્યા અને હવે તેઓએ પોતાના રાજકીય સ્વાર્થ માટે મતદાર સાથે છેતરપિંડી કરી છે અને તેમણે અન્ય પક્ષોના બદલે એકબીજા સાથે ચૂંટણી પહેલાંના ગઠબંધનને માન આપી સરકાર રચવી જોઈએ.

nationalist congress party bharatiya janata party shiv sena mumbai news