મુંબઈ: નૉનસ્ટૉપ છ કલાકની ફરજ બજાવી હોવાને કારણે પીપી રોકી ન શક્યો

19 July, 2019 09:25 AM IST  |  મુંબઈ | અનામિકા ઘરત

મુંબઈ: નૉનસ્ટૉપ છ કલાકની ફરજ બજાવી હોવાને કારણે પીપી રોકી ન શક્યો

મોટરમૅન

ટ્રૅક પર ટ્રેન સામે જ લઘુશંકા કરતા મોટરમૅનનો ‘મિડ-ડે’માં અહેવાલ છપાયા બાદ અને રેલવેના ઉચ્ચ અધિકારીઓએ આ મામલાની તપાસ કરવાની ખાતરી આપ્યા બાદ મોટરમૅને સ્પષ્ટતા કરી હતી. સતત ૬ કલાકની લાંબી ડ્યુટી કરી હોવાથી તે પેશાબને રોકી શક્યો નહોતો અને લાલ સિગ્નલ હોવાનો લાભ લઈને તે લઘુશંકા કરવા માટે ટ્રેનમાંથી નીચે ઊતર્યો હતો, એવું તેણે રેલવે પ્રશાસનને જણાવ્યું હતું.

મોટરમૅનની ઓળખ એમ. પી. સિંગ તરીકે થઈ હતી. તે અંબરનાથની ટ્રેનમાં હતો જે સીએસએમટી તરફ જઈ રહી હતી. સિંગે સતત નૉનસ્ટૉપ ૬ કલાક ડ્યુટી કરી હતી. સીએસએમટીથી અંબરનાથ પહોંચવામાં કોઈક કારણસર વિલંબ થયો હતો અને એટલે જ અંબરનાથ સ્ટેશનથી પાછા સીએસએમટી તરફ જવા માટે તેની પાસે ટ્રેનને ઉપાડવા માટે ઘણો ઓછો સમય બચ્યો હતો. એટલે જ તે વૉશરૂમ જઈ નહોતો શક્યો. ટ્રેનને જ્યારે રેડ સિગ્નલ મળ્યું ત્યારે તેને લઘુશંકાનો મોકો મળ્યો હતો અને તેણે ટ્રેનની નીચે કૂદકો મારીને લઘુશંકા કરી હતી. અંબરનાથ અને સીએસએમટી વચ્ચેની ટ્રેનમાં ડ્યુટી હોવાને કારણે ઘણી વાર તેને લઘુશંકા કરવાનો સમય મળતો ન હોવાથી તે તેની સાથે પ્લાસ્ટિકની કોથળી અથવા બૉટલ રાખે છે જેથી તે એમાં લઘુશંકા કરી શકે, એવું સિંગે ઉમેર્યું હતું.

આ પણ વાંચો : મુંબઈ: ઘાટકોપરના રહેવાસીનું માથું જ ફૂટી જાત

અત્રે ઉલ્લેખનીય છે કે અંબરનાથ અને ઉલ્હાસનગર સ્ટેશન વચ્ચે ટ્રેન ઊભી રાખીને મોટરમૅને તેની કૅબિનમાંથી કૂદકો મારીને ટ્રેનની સામે લઘુશંકા કરતા વાઇરલ થયેલા વિડિયોનો અહેવાલ ‘મિડ-ડે’માં પ્રકાશિત થયા બાદ રેલવે-અધિકારીઓએ તપાસ કરવાની ખાતરી આપી હતી.

central railway mumbai local train mumbai railways mumbai news