બીજેપીએ શિવસેના સાથે સંબંધ તોડ્યા, શિવસેનાએ નહીં: ઉદ્ધવ

14 November, 2019 11:19 AM IST  |  Mumbai

બીજેપીએ શિવસેના સાથે સંબંધ તોડ્યા, શિવસેનાએ નહીં: ઉદ્ધવ

શિવસેના

મહારાષ્ટ્રમાં ચૂંટણી પરિણામો બાદ બીજેપીની સાથે ગતિરોધના લીધે આખરે છેલ્લે સુધી સરકાર બની શકી નહીં અને રાષ્ટ્રપતિશાસન લાગુ થઇ ગયું. જોકે શિવસેનાએ હજી પણ બીજેપીની સાથે સુલેહ કરવાના દરવાજા ખોલી રાખ્યા છે. તેના સંકેત શિવસેનાપ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ મંગળવારે પત્રકાર પરિષદમાં આપ્યા. ઉદ્ધવ ઠાકરેએ પત્રકાર પરિષદ દરમ્યાન કહ્યું કે બીજેપીએ શિવસેના સાથે સંબંધ તોડ્યા છે શિવસેનાએ નહીં.

જોકે વાત એમ છે કે પત્રકાર પરિષદ દરમ્યાન એક પત્રકારે ઉદ્ધવ સાથે બીજેપીનો વિકલ્પ ખતમ થવા સાથે જોડાયેલો પ્રશ્ન કર્યો. આ પ્રશ્ન પર ઉદ્ધવ ભડક્યા અને કહ્યું તમને કેમ આટલી ઉતાવળ છે? આ રાજકારણ છે, છ મહિના આપ્યા છે ને રાજ્યપાલે. બીજેપીનું ઑપ્શન મેં ખતમ કર્યું નથી, આ બીજેપીએ પોતે કર્યું છે. ઉદ્ધવ આગળ બોલ્યા, હું લોકસભા ચૂંટણી પહેલાં અલગ જઈ રહ્યો હતો, બીજેપી સામે આવ્યું, મેં તેમની ભાવનાનું સમ્માન કર્યું. ત્યારે આખા દેશમાં એવો માહોલ હતો કે બીજેપીની સરકાર આવશે નહીં. વધુમાં વધુ ૨૦૦, ૨૧૦ કે ૨૨૦ સીટો આવશે, તો હું એ અંધારામાં તેમની સાથે ગયો હતો.

આ પણ વાંચો : Children's Day: દેશના પ્રથમ વડાપ્રધાનને તેમના જન્મદિવસે કરીએ યાદ

ઉદ્ધવ ઠાકરેએ એમ પણ કહ્યું કે બીજેપીની મારી સાથે જે યુતિ હતી તે જો ખતમ થઈ હશે તો તે તેમણે ખતમ કરી. જે વાત તે સમયે થઈ હતી તેના પર અમલ કરો. તેમણે એમ પણ કહ્યું કે બીજેપી હજી પણ તેના પર પહોંચી શકી નથી, પરંતુ દરરોજ નવી ઑફર હોય છે.

shiv sena bharatiya janata party uddhav thackeray mumbai news