પ્રાઇવેટ ટ્રેનો માટે જોગેશ્વરીમાં ટર્મિનસ?

07 January, 2020 09:02 AM IST  |  Mumbai | Rajendra B Aklekar

પ્રાઇવેટ ટ્રેનો માટે જોગેશ્વરીમાં ટર્મિનસ?

જોગેશ્વરી અને રામ મંદિર સ્ટેશન વચ્ચેના ઓપન યાર્ડમાં ટર્મિનસ બની શકે.

રેલવે મંત્રાલય દેશમાં પ્રાઇવેટ ટ્રેન દોડાવવાની દિશામાં આગળ વધી રહ્યું છે અને સાથે-સાથે વર્તમાન રેલવે સિસ્ટમ અંતર્ગત ભીડ ઓછી કરવા જોગેશ્વરી અને પરેલમાં ટર્મિનસ બનાવવાનો ઇરાદો રાખી રહ્યું છે.

મુદ્દાની વાત કરીએ તો નીતિ આયોગે તાજેતરમાં પ્રાઇવેટ પ્લેયરોને માર્કેટ-રેટ પ્રમાણે ટિકિટનો ફેર ચાર્જ કરવાનો અને ટ્રેનના ક્લાસ તેમ જ હૉલ્ટ નક્કી કરવાના અધિકાર આપવાની વાત કરી છે. તેમની યોજના પ્રમાણે પ્રાઇવેટ પ્લેયરો દ્વારા અંદાજે ૧૦૦ રૂટ પર ૧૫૦ જેટલી ટ્રેન ચલાવવામાં આવશે જેને માટે ૨૨,૫૦૦ કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવશે.

આ ૧૦૦ જેટલા રૂટને સાત ક્લસ્ટરમાં વિભાજિત કરવામાં આવશે. જોકે સરકારની આ યોજનાનો અમલ કરવા જોગેશ્વરી અને પરેલ સ્ટેશનનું સૌથી પહેલાં ડેવલપમેન્ટ કરવામાં આવશે. બહારગામ જતી ખાસ કરીને ગુજરાત જતી ટ્રેનો જે બોરીવલી હૉલ્ટ કરે છે ત્યાંની ભીડ ઓછી કરવા જોગેશ્વરી પર ડાઇવર્ટ કરવાનો વિચાર કરવામાં આવી રહ્યો છે. પરેલ વર્કશૉપની જગ્યા પર પરેલ ટર્મિનસ બનાવવાની યોજના છે જે સેન્ટ્રલ રેલવેને મદદરૂપ થઈ શકે છે.

આ પણ વાંચો : જેએનયુ તાંડવ : મુંબઈમાં સામસામા મોરચા

વેસ્ટ સબર્બ્સમાં રહેનારા લોકો લોકમાન્ય ટિળક ટર્મિનસ જવાનું પસંદ કરતા નથી અને છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસમાં પણ વધારે જગ્યા ન હોવાને લીધે આ નવાં ટર્મિનસ બનાવવાની યોજના બનાવવામાં આવી રહી છે.

jogeshwari mumbai trains mumbai railways rajendra aklekar mumbai news