થાણેમાં આરપીએફ કૉન્સ્ટેબલે પાટા ક્રૉસ કરતા પ્રવાસીનો જીવ બચાવ્યો

06 December, 2019 10:52 AM IST  |  Mumbai | Priti Khuman Thakur

થાણેમાં આરપીએફ કૉન્સ્ટેબલે પાટા ક્રૉસ કરતા પ્રવાસીનો જીવ બચાવ્યો

આરપીએફ કૉન્સ્ટેબલ અનિલ કુમાર

થાણે રેલવે સ્ટેશન પર રેલવે પ્રોટેક્શન ફોર્સ (આરપીએફ)ના કૉન્સ્ટેબલ ‌‌અનિલ કુમારે એક પ્લૅટફૉર્મ પરથી બીજા પ્લૅટફૉર્મ પર જવા માટે રેલવે ટ્રૅક ક્રૉસ કરતા પ્રવાસીનો જીવ બચાવ્યો હતો. કૉન્સ્ટેબલ ફરજ પર હતો ત્યારે તેનું ધ્યાન રેલવે-ટ્રૅક પર ગયું હતું, જ્યાં પ્લૅટફૉર્મ નંબર-૬ પરથી પ્લૅટફૉર્મ નંબર-૭ પર કલ્યાણ તરફના એન્ડ તરફ એક પ્રવાસી રેલવે ટ્રૅક ક્રૉસ કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો.

એ દર‌મ્યાન ‌‌અનિલ કુમારનું ધ્યાન ગયું કે પ્લૅટફૉર્મ નંબર-૭ પરથી ટ્રેન પસાર થવાની છે. ટ્રેન નજીક આવતાં મોટરમૅને હૉર્ન પણ માર્યું, પરંતુ પ્રવાસી એ દરમ્યાન કન્ફ્યુઝ થઈ ગયો હતો. એ દૃશ્ય જોતાં ‌‌અનિલ કુમારે તાત્કા‌લિક સતર્કતા દેખાડીને પોતાના જીવની પરવા કર્યા વિના જ ટ્રૅક પર કૂદકો માર્યો અને પ્રવાસીને પ્લૅટફૉર્મ નંબર-૭ પર ચડાવી દીધો. જોકે એ વખતે સામેથી આવી રહેલી શાલિમાર એક્સપ્રેસના મોટરમૅને પણ ઇમર્જન્સી બ્રેક મારીને ટ્રેનને અટકાવી દીધી હતી. પ્રવાસીનો જીવ બચાવીને તેને આરપીએફના કાર્યાલયમાં લાવવામાં આવ્યો હતો.

આ પણ વાંચો : હવે એસએસસી-એચએસસીની પરીક્ષામાં કોઈ નાપાસ નહીં થાય

ત્યાં પ્રવાસીની પૂછપરછ કરતાં તે જાલના ‌ડિસ્ટ્રિક્ટનો પંચાવન વર્ષનો બબન સોનાવણે હોવાનું જણાવ્યું હતું. આ પ્રવાસી જાલના જઈ રહ્યો હતો અને તેનો પ‌રિવાર પ્લૅટફૉર્મ નંબર-સાત પર હતો અને તે પ્લૅટફૉર્મ નંબર-છ પર હતો. ટ્રેન પ્લૅટફૉર્મ નંબર-સાત પર ટ્રેન આવી રહી હોવાનું જોઈને તે ત્યાં જઈ રહ્યો હતો. જોકે કૉન્સ્ટેબલે સમયસૂચકતા દેખાડતાં પ્રવાસીનો જીવ બચ્યો હતો. 

thane mumbai mumbai news indian railways western railway