મુંબઈ કોર્ટનું નીરવ મોદીના પત્ની સામે નૉન બૅલેબલ વોરન્ટ

16 March, 2019 10:05 AM IST  | 

મુંબઈ કોર્ટનું નીરવ મોદીના પત્ની સામે નૉન બૅલેબલ વોરન્ટ

નીરવ મોદી

નીરવ મોદીની પત્ની અમી મોદી વિરુદ્ધ સ્પેશ્યલ પ્રવેન્શન ઓફ મની લોંડરિંગ એક્ટ અનુસાર મુંબઈની સ્પેશ્ય કોર્ટે નોન બેલેબલ વોરન્ટ જાહેર કર્યો હતો. એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટરેટ દ્વારા નીરવ મોદી અને અન્ય આરોપીઓ વિરુદ્ધ પૂરક ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી.

નાણાંકીય ગૂનાખોરી તપાસ સંસ્થા અનુસાર, આરોપીઓમાં માંથી એક અમી મોદીએ ૩૦ મિલિયન ડોલરના ઇન્ટરનેશનલ ટ્રાન્ઝેક્ષન કર્યા હતા. આ વાત દેખીતી રીતે જણાઇ રહી છે કે, એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટરેટે કરોડોના કૌભાંડમાં અમી મોદીની ભૂમિકા પર ભાર દીધો છે. એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટરેટે આ કિસ્સામાં પહેલી ચાર્જશીટ ગત વર્ષે મે માં દાખલ કી હતી.

આ પણ વાંચો : BMCએ સ્ટ્રક્ચરલ ઑડિટરને જવાબદાર ઠેરવ્યા : બે એન્જિનિયરને સસ્પેન્ડ કર્યા

ભાગેડુ વેપારી નીરવ મોદીને પકડવા માટે ભારત સરકાર તમામ રસ્તાઓ અપનાવી રહી છે, થોડા સમય પહેલા નીરવ મોદી લંડનમાં કોઈ જ ડર વગર ફરતો નજર આવ્યો હતો. ભારતની પહેલ પર ઈંટરપોલે નીરવની સામે રેડ કૉર્નર નોટિસ જાહેર કરી છે. 

Nirav Modi mumbai news