મોદીજી સાંભળો છો, બીએમસીનું કારનામું: 4 ટકા જ નવાં ટૉઇલેટ બન્યાં

09 December, 2019 07:52 AM IST  |  Mumbai | Prajakta Kasale

મોદીજી સાંભળો છો, બીએમસીનું કારનામું: 4 ટકા જ નવાં ટૉઇલેટ બન્યાં

ગોવંડીના શિવાજીનગરમાં બની રહેલાં નવાં ટૉઇલેટ. તસવીર: સૈયદ સમીર અબેદી

વડા પ્રધાન નરેન્દ્ર મોદી એક તરફ દેશભરમાં સ્વચ્છતા અભિયાન ચલાવી રહ્યા છે. તેમનો પક્ષ બીજેપી મુંબઈમાં બીજા ક્રમાંકનો પક્ષ છે પરંતુ મુંબઈ મહાનગરપાલિકાએ છેલ્લા ૧૧ મહિનામાં માત્ર ૪ ટકા નવાં ટૉઇલેટ બનાવવા માટેની પરવાનગી આપી હતી એટલે કે મુંબઈના કુલ ૨૪ વૉર્ડ પૈકી ૧૬ વૉર્ડને હજી નવાં ટૉઇલેટના કન્સ્ટ્રક્શનનો ઑર્ડર પણ મળ્યો નથી. રેશિયોના હિસાબથી જણાવીએ તો મુંબઈમાં ટૉઇલેટનો રેશિયો ૨૫ ટકા છે જેની સામે પબ્લિક ટૉઇલેટ વાપરનાર લોકોનો રેશિયો ૫૦ ટકા છે.

મુંબઈ મહાનગરપાલિકાના સ્લમ સૅનિટેશન પ્લાનમાં હાલમાં જે ૧૪,૧૭૩ ટૉઇલેટ માટેની જગ્યા છે ત્યાં નવાં ૧૬,૭૦૩ ટૉઇલેટ બાંધવાનાં હતાં. આમાં ઉમેરો કરતાં ૬૦૭૧ ટૉઇલેટ નવા લોકેશન પર નક્કી કરવામાં આવ્યાં હતાં. બીએમસીએ તમામ પ્લાન માટે ૪૨૨ કરોડ રૂપિયાનું બજેટ જાન્યુઆરીમાં મંજૂર કર્યું હતું, જેમાંથી ૪૯૯ નવાં અને ૪૯૭૩ ક્યુમ્યુલેટિવ ટૉઇલેટનાં ટેન્ડર આપવામાં આવ્યાં હતાં જેનું સરેરાશ ગણીએ તો ૪થી ૩૦ ટકા જેટલું છે. એક તરફ કેન્દ્ર સરકાર સ્વચ્છ ભારત અભિયાનને મહત્વ આપી રહી છે ત્યારે અહીં બીએમસી ઇન્ડિવિજ્યુઅલ હાઉસહોલ્ડ લેટરિનને પરવાનગી આપવા માટે સક્ષમ દેખાતી નથી તેઓ માત્ર નવાં પબ્લિક ટૉઇલેટ બનાવવા માટે સમર્થન જ આપી રહી છે.

જ્યારે શહેરના કુલ ૧૬ વૉર્ડ પાસે તો ટૉઇલેટ કન્સ્ટ્રક્શનનો ઑર્ડર પણ નથી અને બે વૉર્ડ પાસે તો ટૉઇલેટના પ્લાન પણ નથી. બીજી બાજુ, જે કૉન્ટ્રૅક્ટરોને કન્સ્ટ્રક્શન ઑર્ડર મળ્યા હતા તેઓએ કામ પૂરું નથી કર્યું.

આ પણ વાંચો : ફડણવીસનો દાવો : અજીત પવારના પગલા વિશે શરદ પવારને હતી માહિતી

ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર અશોક ખૈરેએ જણાવ્યું હતું કે બીએમસી હમણાં જે ટૉઇલેટ છે એની જગ્યાએ બીજાં ટૉઇલેટ્સ બનાવશે, કારણ કે બધાં ટૉઇલેટ એક પછી એક તોડી પાડવાં શક્ય નથી. નવાં ટૉઇલેટ્સ બાંધવાં વધુ ચૅલેન્જિંગ છે.

brihanmumbai municipal corporation mumbai news govandi