મુંબઈ મૅરથૉનમાં આફ્રિકાનો દબદબો

21 January, 2019 08:44 AM IST  | 

મુંબઈ મૅરથૉનમાં આફ્રિકાનો દબદબો

પ્રથમ ર્વોકનેશ અલેમુ, દ્વિતીય અમાને ગોબેના અને ત્રીજો બિર્કે ડેબલે.

કેન્યાના કોસમાસ લાગાટે ગઈ કાલે મુંબઈ મૅરથૉનના પુરુષોના વર્ગનો ખિતાબ 2 કલાક 9.15 મિનિટના સમય સાથે જીતી લીધો હતો, જ્યારે મહિલા વર્ગમાં ઇથિયોપિયાની ર્વોકનેશ અલેમુએ 2 કલાક અને 25.45 મિનિટના સમય સાથે વિજેતાપદ મેળવ્યું હતું.

ભારતની સુધા સિંહ ૨:૩૪.૫૬ના સમય સાથે મહિલા વર્ગમાં આઠમા સ્થાને રહી હતી, પરંતુ ભારતીય ઍથ્લીટમાં વિજતાનો ખિતાબ મેળવ્યો હતો. દોહામાં થનારી ઇન્ટરનૅશનલ મીટમાં તેને ડાયરેક્ટ એન્ટ્રી મળી ગઈ છે.

મૅરથૉનના મેન્સ વર્ગમાં વિજયી કોસમાસ લાગાટ, ભારતીય મહિલાઓમાં સુધા સિંહ અને ભારતીય પુરુષોમાં નિતેન્દ્ર સિંહ રાવત.

મહિલા વર્ગમાં ઇથિયોપિયાનો દબદબો જળવાયો હતો. વિજેતા અલેમુ ઉપરાંત બીજા સ્થાને રહેલી અમાને ગોબેલા (૨:૨૬.૦૯) અને ત્રીજા સ્થાને રહેલી બિર્કે‍ ડેબલે (૨:૨૬.૩૯) પણ ઇથિયોપિયાની જ હતી.

આ પણ વાંચો : જૈન તીર્થ શત્રુંજયમાં જ જૈન સાધુ-સાધ્વી સુરક્ષિત નહીં?

પુરુષ વર્ગમાં કેન્યાના લાગાટે વિજેતાપદ મેળવ્યું હતું, પરંતુ બીજા સ્થાને આવેલા અચેયુ બેંટી અને ત્રીજા સ્થાને આવેલા શુમેત અકાલનેઉ ઇથિયોપિયાના હતા. ૪૫,૦૦૦ કરોડ ડૉલરનું ઇનામ ધરાવતી સૌથી મોટી મૅરથૉનમાં વિજેતા ભારતીયોને પાંચ લાખ રૂપિયા ઇનામમાં આપવામાં આવ્યા હતા.

mumbai news mumbai marathon