ન્યાય કરવાની દૃષ્ટિએ મહારાષ્ટ્ર રાજ્યોના રૅન્કિંગમાં ટોચના સ્થાને

08 November, 2019 12:44 PM IST  |  Mumbai

ન્યાય કરવાની દૃષ્ટિએ મહારાષ્ટ્ર રાજ્યોના રૅન્કિંગમાં ટોચના સ્થાને

પ્રતીકાત્મક તસવીર

ભારતમાં નાગરિકો માટે ન્યાય કરવાની રાજ્યોની ક્ષમતા પર સૌપ્રથમ રેન્કિંગની જાહેરાત આજે અહીં થઈ હતી, જેમાં ૧૮ મોટા અને મધ્યમ કદનાં રાજ્યો (દરેક રાજ્યની વસતિ એક કરોડથી વધારે છે)માં મહારાષ્ટ્રને ટોચનું સ્થાન મળ્યું હતું. ત્યારબાદ અનુક્રમે કેરળ, તમિલનાડુ, પંજાબ અને હરિયાણાએ સ્થાન મેળવ્યું હતું. સાત નાનાં રાજ્યો (એક કરોડથી ઓછી વસતિ ધરાવતાં રાજ્યો)માં ગોવા ટોચનાં સ્થાને હતું અને ત્યારબાદ સિક્કિમ અને હિમાચલ પ્રદેશે સ્થાન મેળવ્યું હતું.

આ રેન્કિંગ ઇન્ડિયા જસ્ટિસ રિપોર્ટ (આઇજેઆર) ૨૦૧૯નો ભાગ છે, જે તાતા ટ્રસ્ટની સેન્ટર ફોર સોશ્યલ જસ્ટિસ, કૉમન કોઝ, કૉમનવેલ્થ હ્યુમન રાઇટ્સ ઇનિશ્યેટિવ, દક્ષ, ટીઆઇએસએસ – પ્રયાસ અને વિધિ સેન્ટર ફોર લિગલ પૉલિસી સાથે જોડાણમાં શરૂ કરવામાં આવેલી પહેલ છે.

૧૮ મહિનાનાં તુલનાત્મક સંશોધન દ્વારા ઇન્ડિયા જસ્ટિસ રિપોર્ટે પહેલી વાર આ પ્રકારની કવાયત હાથ ધરી હતી, નહીં તો ન્યાય કરવા જરૂરી ચાર આધારસ્તંભો – પોલીસ, ન્યાયતંત્ર, જેલ અને કાયદેસર સહાય પર સત્તાવાર સરકારી સૂત્રો પાસેથી આંકડાઓ પર આધાર રાખવો પડ્યો હોત. આ ચાર આધારસ્તંભોએ ન્યાય કરવાની સાથે નાગરિકોને સંતુષ્ટ કરવા સમન્વય સાથે કામ કરવું પડશે.

દરેક આધારસ્તંભનું વિશ્લેષણ બજેટ, માનવ સંસાધનો, કામનું વ્યક્તિગત ભારણ, વિવિધતા, માળખાગત અને પ્રવાહો (પાંચ વર્ષનાં ગાળામાં સુધારવાનાં આશય સાથે)નાં અવલોકન દ્વારા કરવામાં આવ્યું હતું, જે માટે રાજ્ય સરકારોએ માપદંડો અને ધારાધોરણો જાહેર કર્યા હતા. આ આધારસ્તંભોને આધારે રિપોર્ટમાં ૨૯ રાજ્યો અને સાત કેન્દ્રશાસિત પ્રદેશોની ક્ષમતાનું આકલન કરવામાં આવ્યું હતું તથા તેમાંથી ૧૮ મોટાં અને મધ્યમ કદનાં રાજ્યો અને સાત નાનાં રાજ્યોને રેન્ક આપવામાં આવ્યો હતો, જે સ્પર્ધાત્મકતાનો જુસ્સો પણ પૂરો પાડે છે. આ દરેક રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશની જરૂરિયાતના સમયે હસ્તક્ષેપ કરવાની ક્ષમતાઓ અને ખામીઓ પણ ઉજાગર કરે છે.
 

જ્યારે સંપૂર્ણ ભારતની સ્થિતિનો વિચાર કરવામાં આવે છે ત્યારે રિપોર્ટ મહત્ત્વપૂર્ણ તારણો પણ રજૂ કરે છે. પોલીસ, જેલ અને ન્યાયતંત્રમાં ખાલી જગ્યા સામાન્ય સમસ્યા છે, જેમાં અડધાં રાજ્યોએ જ પાંચ વર્ષનાં ગાળામાં આ ખાલી જગ્યાઓમાં ઘટાડો કરવાનો પ્રયાસ કર્યો છે. ઉદાહરણ તરીકે, દેશમાં આશરે ૧૮,૨૦૦ ન્યાયાધીશો છે, ત્યારે ૨૩ ટકા મંજૂર થયેલી જગ્યાઓ ખાલી છે. આ ચારેય ક્ષેત્રોમાં મહિલાઓનું પ્રતિનિધિત્વ પણ ઓછું છે, તો પોલીસમાં ફક્ત ૭ ટકા છે. જેલોમાં કેદીઓની સંખ્યા એની ક્ષમતા કરતાં વધારે કેદીઓ એટલે ૧૧૪ ટકા કેદીઓ છે, જેમાં ૬૮ ટકા તપાસ, પૂછપરછ કે ટ્રાયલની રાહ જોતા કાચા કામના કેદીઓ છે.

આ પણ વાંચો : મિડ-ડેના અહેવાલે વસઈની 45 વર્ષની મહિલાને તેના પરિવાર સાથે મેળવી

બજેટના સંબંધમાં જોઈએ તો મોટાં ભાગનાં રાજ્યો કેન્દ્ર સરકારે ફાળવેલા ભંડોળનો સંપૂર્ણ ઉપયોગ કરવા સક્ષમ નથી, ત્યારે પોલીસ, જેલ અને ન્યાયતંત્ર પર ખર્ચમાં વધારો રાજ્યના સંપૂર્ણ ખર્ચમાં થયેલા વધારા સાથે તાલમેળ જાળવી શક્યો નથી. ઓછા બજેટથી કેટલાક આધારસ્તંભને અસર થઈ નથી. ભારતમાં મફત કાયદાકીય સહાય પર માથાદીઠ ખર્ચ વર્ષે ૭૫ પૈસા છે – આ પ્રકારની સહાય મેળવવા માટે વસતિનો ૮૦ ટકા હિસ્સો લાયકાત ધરાવે છે.

mumbai news mumbai maharashtra